SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુખી તરીકે બહાર પડતું હતું અને ખુદ યુરોપમાં પણ પ્રત્યાઘાતી બળોનો વિજય થયા હતા. ત્યાંના સમ્રાટ, રાજાઓ તેમ જ ઈગ્લેંડની પ્રત્યાઘાતી પાર્લામેન્ટ પણ એમ ધારતાં હતાં કે તેમણે ઉદાર વિચારોને હમેશને માટે કચરી નાખ્યા છે. એ વિચારને તેઓ રૂંધી રાખવા માગતા હતા. એમાં અલબત તેઓ નિષ્ફળ નીવડ્યા અને ત્યાં આગળ વારંવાર બળવા થવા લાગ્યા. - દુનિયા ઉપર રાજકીય ફેરફારએ પ્રભુત્વ મેળવ્યું હોય એમ લાગતું હતું. પરંતુ ઇંગ્લંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉત્પાદન, વહેંચણી અને અવરજવરની પદ્ધતિઓમાં શરૂ થયેલા યુગપ્રવર્તક ફેરફારો એથીયે વિશેષ મહત્ત્વના હતા. ચુપકીદીથી પરંતુ અનિવાર્ય રીતે આ ક્રાંતિ યુરોપ તેમ જ ઉત્તર અમેરિકામાં પ્રસરી રહી હતી અને કરડે લેકોનાં દૃષ્ટિબિંદુ તથા ટે તેમ જ ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેના સંબંધે બદલી રહી હતી. યંત્રોના ખખડાટમાંથી નવીન વિચારે ઉદ્ભવ્યા અને નવી દુનિયા સરજાવા લાગી. યુરો૫ દિનપ્રતિદિન વધારે ને વધારે કાર્યકુશળ અને વિનાશક તેમ જ વધારે ને વધારે લેબી, સામ્રાજ્યવાદી અને નઠેર બનતું ગયું. નેપોલિયનની ભાવના સર્વત્ર પ્રસરી ગઈ હોય એમ લાગતું હતું. પરંતુ યુરોપમાં એવા વિચારો પણ પેદા થઈ રહ્યા હતા જે ભવિષ્યમાં સામ્રાજ્યવાદ સામે કમર કસીને તેને ઉથલાવી પાડવાના હતા. ત્યાંનું એ કાળનું સાહિત્ય, કવિતા અને સંગીત પણ આપણને મુગ્ધ કરી મૂકે છે. પણ મારી કલમને મારે હવે આગળ દોડવા દેવી ન જોઈએ. આજે એણે પૂરતી સેવા બજાવી છે. ૧૦૭. મહાયુદ્ધ પહેલાનાં સે વરસો ૨૨ નવેમ્બર, ૧૯૩૨ ૧૮૧૪ની સાલમાં નેપોલિયનનું પતન થયું; બીજે વરસે તે એલ્બા ટાપુમાંથી છટકીને કાંસ પાછો આવ્યો અને ફરી પાછો હારી ગયે, પરંતુ તેણે ઊભી કરેલી વ્યવસ્થા તે ૧૮૧૪ની સાલમાં જ પડી ભાંગી હતી. બરાબર ૧૦૦ વરસ પછી ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ શરૂ થયું. તે લગભગ આખી દુનિયામાં ફેલાયું અને ચાર વરસ સુધી ચાલ્યું. એ વરસો દરમ્યાન તેણે જગતમાં દુઃખના ડુંગર પેદા કર્યા અને ભયંકર વિનાશ કર્યો. આ ૧૦૦ વરસના સમયનું આપણે કંઈક વિગતે અવકન કરવું પડશે. એ સમય શરૂ થયો તે પહેલાં દુનિયા કેવી હતી તેને ઝાંખો ખ્યાલ આપવાની મેં મારા આગલા પત્રમાં કોશિશ કરી હતી. મને લાગે છે કે, જુદા જુદા દેશમાં એ સદીના અમુક અમુક ભાગોનું આપણે અલગ અલગ નિરીક્ષણ કરીએ તે પહેલાં આખી સદી ઉપર સમગ્ર રીતે નજર કરી જવી ઠીક થઈ પડશે. એ રીતે કદાચ એ ૧૦૦
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy