SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦: જગતના ઇતિહાસનું રેખાદર્શન સામ્રાજ્યને પણ અંત આણ્યો. એ સામ્રાજ્ય મધ્ય એશિયામાં પ્રસર્યું હતું અને ઈરાનને પણ તેમાં સમાવેશ થતું હતું. એ પછી તૈમુરલંગ આવ્યો. સંહાર અને લશ્કરી વિજયની ટૂંક કારકિર્દી પછી તેને પણ અંત આવ્યો. આમ છતાંયે પશ્ચિમ તરફ એક નવું સામ્રાજ્ય ઊભું થયું. તૈમુરે એ સામ્રાજ્યને હરાવ્યું છતાંયે તે ફેલાતું ગયું. આ ઉસ્માની તુર્કનું સામ્રાજ્ય હતું. આ ઉસ્માની તુએ ઈરાનની પૂર્વના એશિયા, મિસર તથા દક્ષિણ-પૂર્વ યુરેપના ઘણાખરા ભાગને કબજે લીધે. અનેક પેઢીઓ સુધી તેઓ યુરોપને ધમકીરૂપ બની રહ્યા. અને તે જ અરસામાં મધ્યયુગના જમાનામાંથી બહાર આવતા યુરોપના ધાર્મિક અને વહેમી લોકોને તેઓ પાપીઓને શિક્ષા કરવાને અર્થે ઈશ્વરપ્રેરિત શાપસમાન લાગ્યા. ઉસ્માની તુર્કીના અમલ દરમ્યાન પશ્ચિમ એશિયા ઈતિહાસમાંથી લગભગ લુપ્ત થાય છે. દુનિયાના જીવનના મુખ્ય પ્રવાહમાંથી અલગ પડી ગયેલી ખાડી સમાન તે બની જાય છે. અનેક સદીઓ સુધી, કહો. હજારે વરસ સુધી, તે યુરોપ અને એશિયા વચ્ચે રાજમાર્ગ હતો. અને એક ખંડમાંથી બીજા ખંડમાં માલ લઈ જતી અસંખ્ય વણજારે તેનાં નગરે અને રણોમાં થઈને પસાર થઈ છે. પરંતુ તુ વેપારને ઉત્તેજન આપતા નહતા. અને તેઓ વેપારને ઉત્તેજન આપતા હેત તેયે નવી ઊભી થયેલી પરિસ્થિતિ આગળ તેઓ લાચાર હતા. આ નવી પરિસ્થિતિ તે એશિયા અને યુરોપ વચ્ચે દરિયાઈ માર્ગોને થયેલે વિકાસ. હવે સમુદ્ર નો રાજમાર્ગ બન્યા અને વહાણે રણના ઊંટનું સ્થાન લીધું. આ ફેરફારને કારણે પશ્ચિમ એશિયાએ દુનિયામાંથી પોતાનું ઘણુંખરું મહત્ત્વ ગુમાવ્યું. એનું જીવન દુનિયાથી અળગું થઈ ગયું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સુએઝની નહેર ખૂલવાથી દરિયાઈ માર્ગોનું મહત્ત્વ વળી વધવા પામ્યું. એ નહેર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેને સૌથી મોટો રાજમાર્ગ બની ગઈ અને તેણે એ બંને દુનિયાને એકબીજીની સમીપ આણ. અને આજે ૨૧મી સદીમાં આપણી આંખ સમક્ષ બીજે ફેરફાર થઈ રહ્યો છે. જમીન અને દરિયાની પુરાણી હરીફાઈમાં જમીન વળી પાછી છતવા લાગી છે અને સમુદ્રને બદલે દુનિયાના પ્રધાન રાજમાર્ગનું સ્થાન લઈ , રહી છે. મોટરના આગમને આ ફેરફાર કર્યો અને એરોપ્લેને એમાં ઘણો મોટે ઉમેરે કર્યો. લાંબા વખત સુધી તજવામાં આવેલા પુરાણા વેપારી રાજમાર્ગો ફરીથી વાહનવ્યવહારથી ગાજવા લાગ્યા છે. પરંતુ ધીમે ધીમે સુખચેનથી માર્ગ કાપતા ઊંટને બદલે રણમાં થઈને મેટ ઝપાટાબંધ પસાર થાય છે અને આકાશમાર્ગે એરપ્લેને ઊડે છે. ઉસ્માની સામ્રાજ્ય એશિયા, યુરોપ અને આફ્રિકા એ ત્રણ ખંડને જમા હતા. પરંતુ ૧૯મી સદી પહેલાં ઘણા સમયથી તે નબળું પડી ગયું હતું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy