SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જગતના ઇતિહાસનુ` રેખાન એ પ્રદેશોના ઉલ્લેખ કર્યો છે. કાઈ પણ એક નામમાં એ બધા પ્રદેશોને સમાવેશ થાય છે કે કેમ એ વિષે મને શંકા છે. પરંતુ આપણે એકખીજાને સમજતાં હાઈ એ પછી નામની મિથ્યા'ગડભાંજ શી ? તારી પાસે નાના સરખા નકશે। હોય તે તેના તરફ્ નજર કર. તું જોરો કે એશિયાના અગ્નિ ખૂણામાં બ્રહ્મદેશ, સિયામ અને જેને હાલ હિંદી ચીન કહેવામાં આવે છે એ દેશાના બનેલા એક દ્વીપકલ્પ છે. અને બ્રહ્મદેશ તથા સિયામની વચ્ચેથી જમીનની એક સાંકડી પટ્ટી આગળ વધે છે. એ પછી આગળ ઉપર પહાળી થાય છે અને એના છેડા ઉપર સિંગાપોર શહેર આવેલું છે. આ પ્રદેશ મલાયા દ્વીપકલ્પ કહેવાય છે. મલાયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નાના મેાટા અને ભાત ભાતના આકારના અનેક ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ આપણને એશિયા તથા ઑસ્ટ્રેલિયાને જોડતા એક પ્રચંડ પુલના અવશેષના ખ્યાલ આપે છે. એ બધા ટાપુએ ઈસ્ટ ઈન્ડિઝ કહેવાય છે અને એમની ઉત્તરે ફિલિપાઈન ટાપુએ આવેલા છે. આધુનિક નકશો તને બતાવશે કે બ્રહ્મદેશ તથા મલાયા બ્રિટનના તાબામાં છે, હિંદી ચીન ફ્રાંસના તાબામાં છે અને એ બંનેની વચ્ચે આવેલા સિયામ સ્વતંત્ર દેશ છે. ઈસ્ટ ઇન્ડિઝ ટાપુએ · જાવા, સુમાત્રા અને મેનિયા, સેલેબેઝ અને મલાકાના મોટા ભાગ વગેરે યુરેાપના વહાણવટીઓને હજારો માઇલની સમુદ્રની જોખમકારક સફર ખેડવાને આકનાર મશહૂર તેજાનાના ટાપુએ — હાલેંડના તાબામાં છે, ફિલિપાઈન ટાપુએ અમેરિકાની હકૂમત નીચે છે. - પૂર્વના સમુદ્રમાં આવેલા દેશેાની આજે આ સ્થિતિ છે, પરંતુ એ હજાર વરસા પૂર્વે ત્યાં જઈ ને એ દેશમાં વસવાટ કરનાર હિંદના કરજ દો વિષે, લાંબા કાળ સુધી જાહેાજલાલીભરી કારકિદી ભોગવનારાં ત્યાંનાં સામ્રાજ્યેા વિષે, આશ્ચર્ય ચકિત કરી મૂકે એવાં ત્યાંનાં રમણીય નગરો વિષે, ત્યાંના વેપારરાજગાર વિષે તથા ચીની અને હિંદી સંસ્કૃતિ તેમ જ સુધારાના ત્યાં આગળ થયેલા સંગમ વિષે મેં તને કહ્યું હતું તને યાદ હશે. આ દેશે વિષેના મારા છેલ્લા (૭૯મા ) પત્રમાં ફ્િરગીએના પૂના સામ્રાજ્યના પતન તથા બ્રિટિશ અને ડચ ઈસ્ટ ઈંડિયા કંપનીના ઉદય વિષે મેં તને વાત કરી હતી. ફિલિપાઈન ટાપુઓમાં હજીયે સ્પેનવાસીઓને અમલ ચાલુ હતા. અંગ્રેજ તથા ડચ અથવા વલદાએ ફિર`ગીઓને હરાવીને ત્યાંથી હાંકી કાઢવાને માટે એકત્ર થઈ ગયા હતા. તેઓ તેમની એ તેમમાં સફળ થયા પરંતુ એ વિજેતાઓ વચ્ચે એકબીજા માટે જરા સરખે। પણ પ્રેમ નહે તે અને તે વારશર પરસ્પર ઝઘડવા લાગ્યા. ૧૬૨૭ની સાલમાં એક પ્રસ ંગે મલાકામાં આવેલા એમ્બેાયનાના ડચ ગવન રેઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંધા અંગ્રેજ નાકરાની ધરપકડ કરીને ડચ સરકાર સામે કાવતરું કરવાના આરેપસર
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy