SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચીન પ્રજાસત્તાક અને છે ૭૮૧ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ તરફ્ નજર કરી. તેને તે પ્રજાસત્તાક રાજ્યતંત્ર સ્થાપવું હતું. ઇંગ્લેંડની પેઠે બંધારણીય રાજાશાહી નહિ. જાપાનની પેઠે સમ્રાટપૂજા તે ખચીત તેને નહાતી જ જોઈતી, ચીનાઓએ સમ્રાટને પૂજા માટેનું પૂતળુ કદી બનાવ્યા નહોતા. વળી એ સમયે શાસન કરતેા રાજવંશ ભાગ્યે જ ચીની રાજવંશ કહી શકાય. એ મર્ચે રાજવંશ હતા અને ચીનમાં મચ્વિરોધી લાગણી ઠીકઠીક પ્રમાણમાં પ્રવતેલી હતી. પ્રજામાં પેદા થયેલા આ ખળભળાટે જ રાજમાતાને કંઈક કરવાને માટે પ્રવૃત્તિશીલ બનાવી હતી. પરંતુ ભાવિમાં અમલમાં મૂકવાના રાજબંધારણની જાહેરાત કર્યાં પછી ઘેાડા જ વખતમાં એ વૃદ્ધ મહિષી મરણ પામી. પણ વિચિત્ર ઘટના એવી બની કે, એ રાજમાતા તથા જેને તેણે ગાદી ઉપરથી દૂર કર્યાં હતા તે સમ્રાટ અને તેને ભત્રીજો ૧૯૦૮ના નવેમ્બર માસમાં ચેવીસ કલાકની અંદર મરણ પામ્યા. હવે એક બાળક કેવળ નામના જ સમ્રાટ બન્યો. < પાર્લમેન્ટની ખેટક ખેલાવવા માટે ભારે પે!કાર ઊડ્યો અને દેશમાં મંસૂવિધી તથા રાજાશાહીવિરોધી લાગણી અતિશય તીવ્ર બની ગઈ. ક્રાંતિકારી સબળ બન્યા. તેમને સામનો કરી શકે એવા યુઆન-શીહ—કાઈ નામના એક પ્રાંતના હાકેમ એક માત્ર સમ પુરુષ હતો. એ માણસ અતિશય લુચ્ચો અને કાવતરાંખાર હતો. પરંતુ ચીનનું એક માત્ર આધુનિક અને કુશળ સૈન્ય તેના કાનૂનીચે હતું. એ સૈન્યને આદર્શ સૈન્ય' એવા નામથી એળખવામાં આવતું હતું. મચ્ શાસકેએ યુઆનને દૂભવ્યા અને તેને ખરતર કર્યાં અને એ રીતે તેમણે તેમને થાડા વખત સુધી પણ બચાવી શકે એવા એક માત્ર પુરુષને ગુમાવ્યે. ૧૯૧૧ના કટોબર માસમાં યાંગત્ઝે નદીની ખીણમાં ક્રાંતિ ફાટી નીકળી અને ઘેાડા જ વખતમાં મધ્ય ચીન અને દક્ષિણ ચીનના મેટા ભાગના પ્રદેશે બળવા પકાર્યાં. ૧૯૧૨ની સાલના નવા વરસને દિવસે ખળવાપાકારનાર પ્રાંતાએ પ્રજાસત્તાકની જાહેરાત કરી. નાન્સનને તેમણે પોતાની રાજધાની બનાવી અને ડૉ. સુનયાત્સેનને પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટવામાં આવ્યે. દરમ્યાન યુઆન-શીહ-કાઈ એ નારક નિહાળી રહ્યો હતો અને તેને લાભકારક થઈ પડે તે ઘડીએ તેમાં વચ્ચે પડવાને તૈયાર થઈ ખેઠે હતા. સમ્રાટ બાળક હોવાથી તેની અવેજીમાં રાજ્ય કારભાર ચલાવનાર અધિકારીએ યુઆનને બરતરફ કર્યાની વાત અતિશય માની છે. પુરાણા ચીનમાં દરેક વસ્તુ પૂરેપૂરા વિવેક અને અખથી કરવામાં આવતી. યુઆનને બરતરફ કરવાના વખત આવ્યે ત્યારે એવું જાહેર કરવામાં આવ્યું કે તેના પગને રેગ લાગુ પડ્યો છે. અલબત, તેને પગ સરસ હાલતમાં હતા અને આ તે। તેને દૂર કરવાની એક રૂઢ પદ્ધતિ હતી એમ સૌ કાઈ જાણતું હતું. પરંતુ યુઆને તે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy