SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાસેથી બીજા વેપારી હકકો લેવામાં આવ્યા તથા દંડ તરીકે ભારે રકમ પડાવવામાં આવી. પરંતુ સૌથી વિષમ ફટકો તે એ હતો કે “ સર ” ચળવળના દેશદાઝવાળા આગેવાનોને “બળવાખોરે” તરીકે ફાંસીએ લટકાવવાની ચીનની સરકારને ફરજ પાડવામાં આવી. જેને “પેકિંગની સંધિનો કરાર” (પેકિંગ પ્રોટેકેલ) કહેવામાં આવે છે તે આ હતો. ૧૯૦૧ની સાલમાં એના ઉપર સહીઓ થઈ હતી. જ્યારે ચીનની ભૂમિ ઉપર અને ખાસ કરીને પેકિંગની આસપાસના પ્રદેશમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એ પ્રવર્તી રહેલા અંધેરને લાભ ઉઠાવીને રશિયન સરકારે સાઈબીરિયામાં થઈને મંચૂરિયામાં મોટી સંખ્યામાં પિતાનું લશ્કર ઉતાર્યું. ચીન તે એ સમયે અસહાય અને દુર્બળ હતું, એટલે એની સામે વિરોધ ઉઠાવ્યા ઉપરાંત તે વિશેષ કશું કરી શક્યું નહિ. પરંતુ બન્યું એમ કે રશિયન સરકાર આ રીતે વિશાળ પ્રદેશને કબજે લે એની સામે બીજી વિદેશી સત્તાએ પિતાને અણગમે દર્શાવ્યું. ખાસ કરીને જાપાનની સરકાર આ વસ્તુસ્થિતિ પરત્વે વધારે ચિંતાતુર અને ભયભીત બની. આથી વિદેશી સત્તાઓએ રશિયાને પાછા હઠવાનું દબાણ કર્યું. પિતાના પ્રામાણિક આશ ઉપર કઈ પણ શંકાની નજર કરે એ સામે જાણે તેને નૈતિક ખેદની લાગણી તથા આશ્ચર્ય થયું હોય એ રશિયાની સરકારે દેખાવ ધારણ કર્યો તથા તેણે બીજી સત્તાઓને ખાતરી આપી કે ચીનની સર્વોપરી સત્તાની બાબતમાં દખલ કરવાને તેને લેશ પણ ઈરાદો નહોતે અને મંચૂરિયામાંની રશિયન રેલવે ઉપર વ્યવસ્થા સ્થપાય કે તરત જ તે પિતાનું લશ્કર પાછું ખેંચી લેશે. આમ બધાને સંતોષ થયે અને બેશક તે બધી વિદેશી સત્તાઓએ પિતાની અનન્ય નિ:સ્વાર્થતા અને સદાચાર માટે પરસ્પર એકબીજાને અભિનંદન આપ્યાં હશે. પરંતુ એમ છતાંયે રશિયન લશ્કર તે મંચૂરિયામાં રહ્યું જ અને છેક કારિયાની સરહદ સુધી આગળ વધ્યું. મંચૂરિયા તથા કોરિયામાં રશિયાએ કરેલા ધસારાથી જાપાનવાસીઓ અતિશય ક્રોધે ભરાયા. છાનામાના પણ ભારે એકાગ્રતાથી તેઓ લડાઈની તૈયારી કરવા લાગ્યા. ૧૮૯૫ની સાલમાં ત્રણ રાજ્ય તેમની સામે એકત્ર થઈ ગયાં હતાં અને એને લીધે ચીનના વિગ્રહ પછી પોર્ટ આર્થર પાછું આપી દેવાની તેમને ફરજ પડી હતી એ તેમને બરાબર યાદ હતું. એટલે ફરીથી એમ બનતું ટાળવાનો પ્રયાસ તેમણે કરવા માંડ્યો. આ બાબતમાં ઇંગ્લડ તેમને પિતાનું પક્ષકાર મળી ગયું. તે પણ રશિયાની આગેકૂચને ભયની નજરે નિહાળી રહ્યું હતું અને તેને રોકવા માગતું હતું. આથી દૂર પૂર્વના દેશોની બાબતમાં બીજી સત્તાઓ તેમની સામે એકત્ર થઈને તેમના ઉપર દબાણ લાવે એ અટકાવવા માટે ૧૯૦૨ની સાલમાં ઈંગ્લેંડ અને જાપાને એક્ય કર્યું. હવે જાપાને સલામતીની
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy