SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ યશાષન ગ્રીસ ૭૯ ઊતરીને દરેક વાતનાં કારણા શાધતા રહે તે તેમને પરવડતું નથી. મૅથેન્સની સરકારને સાક્રેટીસનું વર્તન અને રીતભાત ન રુચ્યાં એટલે તેણે તેની સામે મુકદ્દમે ચલાવ્યા — આ બનાવ પેરિકિલસના સમય પછી તરત જ બન્યા હતા અને તેને દેહાંતદંડની શિક્ષા કરમાવી. સરકારે તેને જણાવ્યું કે જો તે લોકા સાથે ચર્ચા કરવાનું ોડી દે તથા પોતાનું વન સુધારવાનું વચન આપે તે તેને શિક્ષામાંથી મુક્ત કરવામાં આવે. પણ તેણે તેમ કરવાની સાફ ના પાડી અને જેને તે પોતાના ધર્મ સમજતા હતા તે તજવા કરતાં ઝેરથી ભરેલા જીવલેણ પ્યાલા પીવાનું જ તેણે પસંદ કર્યું. છેક મૃત્યુની પળે, પોતાના ઉપર તહોમત મૂકનારા, ન્યાયાધીશેા અને બીજા ઍથેન્સવાસીઓને ઉદ્દેશીને તે ખેલ્યા : હું મારી સત્યની ખેાજ છેાડી દઉં એ શરતે જે તમે મને મુક્ત કરવાનું કહેતા હેા તેા હું કહીશ, કે હું અથેન્સવાસીઆ, હું તમારા આભાર માનું છું, પણ તમારી આજ્ઞા માનવા કરતાં જેણ મને આ કાર્ય સાંપ્યું છે એમ હું માનું છું તે ઈશ્વરની આજ્ઞાનું જ હું પાલન કરીશ; અને જ્યાં સુધી મારા ખેાળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કદી પણ મારું તત્ત્વચિંતનનું કાર્યાં હું છેાડીશ નહિ. મને જે કાઈ સામે મળે તેને મારા રિવાજ પ્રમાણે હું પૂછતા જ 66 રહીશ, કે ¢ જ્ઞાન અને સત્યની તથા પેાતાના આત્માની ઉન્નતિ સાધવાની જરાયે પરવા કર્યાં વિના ધનદોલત અને માનમરતબા મેળવવામાં જ રચ્યાપચ્યા રહેતાં તને શરમ નથી આવતી ? ' મેાત શું છે એની મને ખબર નથી સભવ છે કે એ સારી વસ્તુ હાય. પણ હું તેનાથી ડરતા નથી. પણ એ તે હું નિશ્ચયપૂર્વક જાણું છું કે પેાતાના કન્યથી ભાગવું એ તેા ભડુંજ છે. આથી જે ખરાબ હેાવાની મને પૂરેપૂરી ખાતરી છે તેના કરતાં જે સારું હાવાના સાઁભવ છે એની જ હું પસંદગી કરું છું.’ પોતાના જીવન દરમિયાન સોક્રેટીસે જ્ઞાન અને સત્યના ધ્યેયની સારી સેવા બજાવી પરંતુ પોતાના મૃત્યુથી તેા એણે તેની એવીયે વિશેષ સેવા કરી. - સમાજવાદ, મૂડીવાદ અને એવા બીજા અનેક પ્રશ્નો વિષે ચર્ચા અને લીલા આજકાલ તારા વાંચવા કે સાંભળવામાં આવશે. આજે આ દુનિયામાં મોટા પ્રમાણમાં અન્યાય, હાડમારી અને દુઃખ પ્રવર્તે છે. ધણા લેાકા એનાથી અતિશય અસંતુષ્ટ બન્યા છે અને તેઓ આ સ્થિતિ બદલવા માગે છે. પ્લેટએ પણ રાજ્ય અને શાસન અંગેના પ્રશ્નોના વિચાર કર્યાં છે અને એ વિષે લખ્યું પણ છે. એ ઉપરથી
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy