________________
સંપત્તિ ક્યાં જાય છે? વહેચણી કેવી રીતે થવી જોઈએ તે વિષે મેટા મેટા અને દળદાર ગ્રંથ લખાયા છે. વિદ્વાન અધ્યાપકે આ વિષય ઉપર વ્યાખ્યાને પણ આપે છે, પણ જ્યારે આવા લેકે વાત અને ચર્ચાઓ કરતા હોય છે ત્યારે મજૂરી કરનારા લકે હાડમારી વેઠી રહ્યા હોય છે. બસો વરસ ઉપર વોલ્ટાયર નામના એક સુપ્રસિદ્ધ ક્રાંસવાસીએ મુત્સદ્દીઓ તેમજ તેમના જેવા કે વિષે કહ્યું છે કે, “જે લેકે જમીન ખેડીને બીજાઓ માટે જીવન નિર્વાહની સામગ્રી પૂરી પાડે છે તેમને ભૂખે મારવાની કળા એ જ તેમની મુત્સદ્દીગીરી અને રાજનીતિ.”
આમ છતાં પણ પ્રાચીન મનુષ્ય પ્રગતિ કરતે ગયા અને ધીરે ધીરે તેણે નિરંકુશ કુદરત ઉપર પિતાને અધિકાર જમાવવા માંડ્યો. તેણે જંગલે કાપી નાંખ્યાં, પિતાને માટે ઘર બાંધ્યાં અને જમીન ખેડવા માંડી. એમ પણ ધારવામાં આવે છે કે માણસે કંઈક અંશે પ્રકૃતિ ઉપર વિજય પણ મેળવ્યું છે. જોકે કુદરત ઉપર માનવીએ વિજય મેળવ્યાની વાત કરે છે. આ ટાઢા પહોરની વાત છે અને તે પૂરેપૂરી સાચી નથી. માણસે પ્રકૃતિને સમજવાની શરૂઆત કરી છે એમ કહેવું વધારે સાચું છે. અને જેમ જેમ તે પ્રકૃતિને વધારે સમજતા ગમે તેમ તેમ તે પ્રકૃતિ સાથે વધારે સહકાર સાધી શક્યો અને કુદરતનો પિતાના કાર્યમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા થયા. અસલના વખતમાં માણસે પ્રકૃતિથી તેમજ પ્રાકૃતિક ઘટનાઓથી ડરતા હતા. એ ઘટનાઓને સમજવાને બદલે તેઓ પ્રકૃતિની પૂજા કરતા અને તેને શાંત પાડવાને બલિદાન આપતા, જાણે પ્રકૃતિના એ જંગલી જનાવરને ફેસલાવીને શાંત પાડવાનું ન હોય! આ રીતે મેઘગર્જના, વીજળી, રોગચાળો, વ્યાધિ વગેરેથી તેઓ ભડકતા અને બલિ ચઢાવવાથી એ બધું અટકાવી શકાય એમ માનતા. ઘણે ભોળા લેકે માને છે કે, સૂર્ય તથા ચંદ્રનું ગ્રહણ એ ભયાનક આપત્તિ છે. એ એક બહુ સાદી અને સહજ પ્રાકૃતિક ઘટના છે એ સમજવા પ્રયત્ન કરવાને બદલે લેકે નાહક એથી ક્ષોભ પામે છે અને સૂર્ય કે ચંદ્રની રક્ષા કરવાને ઉપવાસ તથા સ્નાન કરે છે! સૂર્ય કે ચંદ્ર પિતાની રક્ષા કરવાને પૂરેપૂરા સમર્થ છે. એમને વિષે આપણે ચિંતા કરવાની કશી જરૂર નથી.
આપણે સંસ્કૃતિ અને સુધારાના વિકાસની વાત કરી અને લોકે ગામ કે નગરમાં રહેવા લાગ્યા ત્યારથી એની શરૂઆત થઈ