SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ નેપોલિયન વિષે વિશેષ ૧૭૧ મેરી લુઈસ પણ તેને ત્યાગ કરી ગઈ હતી. તેણે કેટલીક લડાઈમાં વિજય મેળવ્યા ખરા પરંતુ આખરે વેલિંગ્ટન અને લ્યખરની સરદારી નીચે અંગ્રેજ અને પ્રશિયન સૈન્યએ તે ક્રાંસની કિનારે ઊતર્યો ત્યાર પછી માત્ર ૧૦૦ દિવસ બાદ બ્રુસેલ્સ નજીક પૅટરલના રણક્ષેત્ર ઉપર તેને હરાવ્યું. એથી કરીને તેના આગમન પછીને સમય “૧૦૦ દિવસને અમલ” તરીકે ઓળખાય છે. વૉટરલના રણક્ષેત્ર પર ભારે રસાકસી ભરેલું યુદ્ધ થયું અને વિજયનું પલ્લું કોના તરફ નમશે એ અનિશ્ચિત હતું. નસીબે નેપોલિયનને હાથ ન દીધે. એમાં વિજય મેળવવાનું તેને માટે સંભવિત હતું, પરંતુ એમ થાત તેયે થોડા વખત પછી તેની સામે એકત્રિત થયેલા યુરેપની આગળ તેને હારવું પડત. પણ હવે તે તે હારી ગયું એટલે તેના ઘણાખરા પક્ષકારે તેની સામે થઈને પિતાની જાતને બચાવવાની પેરવી કરવા લાગ્યા. હવે લડાઈ વધુ ચલાવવાને કશો અર્થ નહેતા, એટલે તેણે બીજી વખત ગાદીત્યાગ કર્યો અને ક્રાંસના એક બંદરમાંના એક અંગ્રેજ વહાણ ઉપર જઈને પિતે ઈંગ્લેંડમાં શાંતિથી રહેવા ચાહે છે એમ કહીને તેના કપ્તાનને પિતાની જાત સોંપી દીધી. પરંતુ ઇંગ્લંડ કે યુરોપ પાસેથી તેણે ઉદાર અને વિવેકભર્યા વર્તનની અપેક્ષા રાખી હોય તે તેણે ભૂલ કરી હતી. એ બધા તેનાથી. અતિશય ડરતા હતા અને તે એબામાંથી છટકી ગયું હતું એટલે તેને કઈ અતિશય દૂરને સ્થળે રાખી તેના ઉપર બરાબર ચકી પહેરે રાખવો જોઈએ એવી તેમને પ્રતીતિ થઈ ગયેલી હતી. આથી તેના વિરોધને ગણકાર્યા વિના તેને કેદી તરીકે જાહેર કરવામાં આવ્યો અને થોડાક સાથીઓ સાથે આટલાંટિક મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા સેંટ હેલીના નામના એક દૂરના ટાપુમાં એકલી દેવામાં આવ્યો. તેને “યુરેપના કેદી તરીકે લેખવામાં આવતું હતું. અને યુરોપનાં ઘણાં રાજ્ય તેના ઉપર ચકી રાખવાને પિતાના પ્રતિનિધિઓ સેંટ હેલીના મોકલતાં હતાં. પરંતુ વસ્તુતાએ તે તેના ઉપર ચકી રાખવાની પૂરેપૂરી જવાબદારી અંગ્રેજોની હતી. દુનિયા સાથેના કશા સંપર્ક વિનાના આ દૂરના ટાપુ ઉપર પણ તેના ઉપર ચેકી રાખવા માટે તેઓ એક સારું સરખું સૈન્ય ત્યાં લાવ્યા હતા. તે સમયને ત્યાંને રશિયન પ્રતિનિધિ કાઉન્ટ બાભેઈન સેંટ હેલીનાના એકાંત ખડકનું આ પ્રમાણે વર્ણન કરે છે: “આખી દુનિયામાં એ અતિશય ગમગીનીભર્યું, સૌથી વધારે
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy