SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન અને યાદગાર વિજયો મેળવ્યા. આખું યુરોપ તેના નામ માત્રથી કપા ઊઠ્યું, યુરાપભરમાં તેની આણ વર્તતી હતી, અને એ પહેલાં કે પછી તેના ઉપર ખીજા કાઇની એવી આણ વર્તી નથી. મેરેગા ( આ જીત એણે પોતાના સૈન્ય સાથે શિયાળામાં બરફથી છવાયેલા સેન્ટ બર્નાને ઘાટ ઓળગીને ૧૮૦૦ની સાલમાં મેળવી હતી. ), ઉમા, સ્ટરલીઝ, જેના, આઇપ્લાઉ, કીડલાન્ડ અને વેગ્રામ એ તેણે જમીન ઉપર મેળવેલા મશ્નર વિજયેામાંના કેટલાક વિજ્રયાનાં નામે છે. ઑસ્ટ્રિયા, પ્રશિયા તથા રશિયા વગેરે રાજ્યા તેની આગળ જમીનદોસ્ત થઈ ગયાં. સ્પેન, ઇટાલી, નેધરલૅન્ડઝ, હાઈનના સમવાયતંત્રના નામથી ઓળખાતે જર્મનીને મોટા ભાગ તથા ડચી ક્ વોરસાના નામથી ઓળખાતું પોલેંડ એ બધાં તેના તાબા નીચેનાં રાજ્યા હતાં. પ્રાચીન પવિત્ર રેશમન સામ્રાજ્ય જેની હસ્તી કેટલાયે સમયથી માત્ર નામની જ રહી હતી તેને પણ આખરે અંત આવ્યા. . યુરોપનાં મેટાં રાજ્યોમાંથી માત્ર ઇંગ્લેંડ જ આ આપત્તિમાંથી બચી ગયું. સમુદ્ર કે જે નેપોલિયન માટે હંમેશાં અગમ્ય રહ્યો હતો તેણે ઇંગ્લેંડને ઉગાયું. અને તેની દરિયાઈ સલામતીને કારણે ઇંગ્લંડ તેને સૌથી મોટા અને કટ્ટો શત્રુ બન્યુ. તેની કારકિર્દીના આર ંભમાં જ નેપોલિયનના કાલાને નાઇલના યુદ્ધમાં નેલ્સને કેવી રીતે નાશ કર્યાં હતો એ હું તને કહી ગયા . સ્પેનના દક્ષિણ કિનારા ઉપર આવેલી ટ્રફાલ્ગરની ભૂશિર આગળના નૌકાયુદ્ધમાં ફ્રાંસ અને સ્પેનના એકત્રિત કાલા ઉપર ૧૮૦૫ ની સાલના ટેબરની ૨૧મી તારીખે નેલ્સને એથીયે મોટા વિજય મેળવ્યે. આ રિયાઈ યુદ્ધ પહેલાં જ નેલ્સને પોતાના નૌકા સૈન્યને તેને મશદૂર થઈ ગયેલા આદેશ આપ્યા કે, દરેક જણ પોતપોતાની ફરજ બજાવશે એવી ઇંગ્લંડ આપણી પાસે અપેક્ષા રાખે છે.' નેલ્સન પેાતાના વિજયની પળે મરણ પામ્યા. પરંતુ અંગ્રેજ લેાકા એ જીતને અભિમાન પૂર્ણાંક અને નેલ્સન પ્રત્યે આભારની લાગણીથી યાદ કરે છે. લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેર અને નેલ્સન સ્થંભ ઊભા કરીને તેનુ સ્મારક કરવામાં આવ્યું છે, આ જીતે ઇંગ્લંડ ઉપર ચડાઈ કરવાના નેપોલિયનના સ્વપ્નને નાશ કર્યાં. યુરોપ ખંડનાં બધાં બદો ઇંગ્લેંડ માટે બંધ કરવાના હુકમ આપીને નેપોલિયને એના જવાબ વાગ્યે. તેની સાથે કાઈ પણ પ્રકારને વ્યવહાર રાખવાની તેણે મના કરી અને ઇંગ્લેંડને અથવા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy