________________
નેપેાલિયન
૧
આ વિદ્વતા પરિષદમાં રાજેરાજ ચર્ચાઓ થતી અને તેમાં નેપોલિયન પણ ભાગ લેતો, અને એ વિદ્વાનોએ વૈજ્ઞાનિક શોધખેાળની દિશામાં સારું કાર્ય કર્યું. ગ્રીક અને મીસરની એ પ્રકારની ચિત્રલિપિમાં લખાયેલા લેખવાળી એક શિલા મળી આવતાં ચિત્રલિપિના પુરાણા ક્રાયડા ઉકેલવામાં આવ્યેા. ગ્રીક લિપિમાં લખાયેલા લખાણની મદદથી ખીજી એ લિપિ ઉકેલવામાં આવી. સૂએઝ આગળ નહેર ખોદવાની સૂચનામાં પણ નેપોલિયનને ભારે રસ પડ્યો હતા એ વસ્તુ પણ નોંધપાત્ર છે. તે મીસરમાં હતા તે દરમ્યાન નેપોલિયને ઈરાનના શાહ તથા દક્ષિણ હિંદના ટીપુ સુલતાન જોડે સંદેશા ચલાવ્યા. પરંતુ સમુદ્ર ઉપરની તેની લાચારીને કારણે એ વાટાધાટેમાંથી કશું પરિણામ નીપજ્યું નહિ. દરિયા ઉપરની સત્તાએ છેવટે તેપોલિયનને પરાસ્ત કર્યાં અને દિરયાઈ સત્તાને કારણે જ ૧૯મી સદીમાં ઇંગ્લંડે ભારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું.
નેપોલિયન મીસરથી પાછા કર્યાં ત્યારે ફ્રાંસની બહુ ખૂરી દશા થઈ ગઈ હતી. ડાયરેક્ટરી બદનામ થઈ હતી અને પ્રજામાં તે અપ્રિય થઈ પડી હતી એટલે સૈાની નજર નેપોલિયન તરફ વળી. નેપોલિયન તો સત્તા હાથ કરવા તૈયાર જ હતો. મીસરથી પાછા ફર્યાં બાદ એક માસ પછી ૧૭૯૯ના નવેમ્બરમાં પોતાના ભાઈ લ્યૂસિયનની સહાયથી તેણે જબરજસ્તીથી ધારાસભાને વિખેરી નાખી અને એ રીતે તે સમયે જે રાજ્યબંધારણ અનુસાર ડાયરેકટરી રાજ્યવહીવટ ચલાવતી હતી તેને અંત આણ્યો. આ રીતે અળપૂર્વક રાજ્યસત્તા હાથ કરવાના કાર્યને
।
<
ફૂપ દે તા' કહેવામાં આવે છે. એ કૂપ દે તાને પરિણામે નેપોલિયન સૉંપરી થઈ પડ્યો. માત્ર તે જ આમ કરી શક્યો તેનું કારણ એ છે કે તે લોકપ્રિય હતા અને પ્રજાને તેના ઉપર ભારે વિશ્વાસ હતો. ક્રાંતિ તો યારનીયે મરી પરવારી હતી તથા લોકશાસન પણ લાપાવા લાગ્યું હતું અને હવે તો બાજી લોકપ્રિય સેનાપતિના હાથમાં આવી હતી. નવું રાજ્યબંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણમાં ત્રણ કાન્સલેાની જોગવાઈ કરવામાં આવી હતી. (પ્રાચીન રોમમાં રાજ્યના સર્વોપરી અધિકારી કોન્સલ કહેવાતા. તેના નામ ઉપરથી આ નામ અખત્યાર કરવામાં આવ્યું હતું.) પરંતુ નેપોલિયન એ ત્રણમાં મુખ્ય હતા અને તેના હાથમાં સંપૂર્ણ સત્તા હતી. તે પ્રથમ કૅન્સલ તરીકે ઓળખાતા હતાં અને તેની નિમણુક દશ વરસ માટે કરવામાં આવી હતી. રાજ્યબંધારણ અંગેની ચર્ચા દરમ્યાન કાઈ કે સૂચના કરી કે પ્રજાતંત્રને વિધિપૂર્વકના