SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ નેપોલિયન - ૪ નવેમ્બર, ૧૯૯૨ ફ્રાંસની ક્રાંતિમાંથી નેપલિયન નીપજે. યુરોપના રાજાઓને પડકારી તેમને સામનો કરનાર ફ્રાંસ – પ્રજાતંત્રવાદી ક્રાંસ એ નાનકડા કસિ કાવાસીને વશ થયું. એ સમયે ફાંસ કંઈક વિચિત્ર પ્રકારના વન્ય સૌંદર્યથી રાજતું હતું. બાબિયર નામના એક ઇંચ કવિએ તેની વન્ય પ્રાણી-ચક્યકિત ચામડીવાળી, ઊંચું માથું રાખીને ફરનાર મગરૂર રવેચ્છાચારી ઘેડીની સાથે સરખામણી કરી છે, કે જે ખુબસૂરત અને રખડેલ હેય; જીન, લગામ તથા બંધનને ઝનૂનથી ઇન્કાર કરતી હોય, જમીન ઉપર પોતાના પગના પછાડા મારતી હોય તથા પોતાના હણહણાટથી આખી દુનિયાને ભયભીત કરી મૂકતી હેય. આ ગર્વિષ્ટ ઘેડી કોર્સિકના એક યુવકનું વાહન બનવાને સંમત થઈ અને તેણે તેની સહાયથી અસાધારણ કાર્યો કરી બતાવ્યાં. પરંતુ તેણે તેને જેર કરીને નરમ પણ બનાવી તથા એ વન્ય અને સ્વર પ્રાણીની નિરંકુરાતા અને સ્વેચ્છાચાર સર્વાશે નિર્મૂળ કર્યા. તેણે તેને શેકીને નિઃસર્વ બનાવી દીધી. આખરે તેણે તેને ફેંકી દીધું અને પછી તે પિતે પણ પછડાઈ પડી. ચપટા કેશ શિરે ધરતા હે કૉસિકાબેટ નિવાસી ! ફ્રાંસ ભૂમિ તે મધ્યાન્ને શી હતી રૂપની રાશિ ! ઉદંડ વછેરી જેવી દુર્દમ જેમ ભરેલી, ના એને મુખ કેઈસવારે હજી લગામ ધરેલી, વન્ય પશુશી હતી, એહની કાયા શી તસતસતી, - રાજાઓનાં રક્ત પીધેલી, મદમત્તા લસલસતી. નિજ જીવનમાં પ્રથમ મુક્તિનો રસ ચાખી હણહણતી, ધરણીને ઠેશે ઠેકતી, ગર્વ થકી રણઝણતી. એની કાયા હજી કેઈના હસ્તે ના અભડાવી, પરદેશીએ હજીન કેએ ધુરા મહીં સપડાવી. વિશાળ એની પીઠે કેનું જીન હજી ન ચડેલું, એનું અંગ હતું અણબોટયું, મેહક રૂપ મઢેલું,
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy