SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન આવ્યા હતા. ઑપ્ટેિર અને તેના બગલિયાઓથી ભિન્ન મત ધરાવનાર દરેક જણને આ કાયદાની વિસ્તૃત જાળમાં ફસાવી શકાય એમ હતું. આવા લેકે ઉપર સમૂહમાં એક સાથે કામ ચલાવવામાં આવતું અને તેમને શિક્ષા ફરમાવવામાં આવતી. એક પ્રસંગે તે લગભગ ૧૫૦ જણાએ ઉપર કામ ચલાવીને તેમને તકસીરવાર ઠરાવવામાં આવ્યા હતા. એ ટોળામાં સામાન્ય ગુનેગારે, રાજાના પક્ષકારો અને એવા બીજાઓ ઉપર એક જ પ્રસંગે કામ ચલાવવામાં આવ્યું હતું. | આ નવા કરને અમલ ૪૬ દિવસ સુધી ચાલ્યું. આખરે ૯મી થમિડર એટલે કે ૧૭૯૪ની ૨૭મી જુલાઈને દિવસે મામલે વી. રાષ્ટ્રીય સંમેલન એકાએક રોસ્પિયેર તથા તેના પક્ષકારની વિરુદ્ધ થઈ ગયું અને “જાલિમનો નાશ કરે” એવા પિકાની સાથે તેમને ગિરફતાર કરવામાં આવ્યા. રૉસ્પિરને બોલવા સુધ્ધાં દેવામાં ન આવ્યા. બીજે દિવસે જેમાં તેણે અનેક લેને મિલેટીન ઉપર રવાના કર્યા હતા તે જ ગાડું તેને રિલેટીન ઉપર લઈ ગયું. આ રીતે ફ્રાંસની ક્રાંતિને અંત આવ્યું. રોસ્પિયેરના પતન પછી પ્રતિક્રિાંતિને આરંભ થયો. હવે વિનીત આગળ આવ્યા. તેઓ જેકેબિને ઉપર તૂટી પડ્યા અને તેમના ઉપર કેર વર્તાવ્યો. “રાતા કેર” પછી જેને “ધેળ કેર” કહેવામાં આવે છે તેને અમલ શરૂ થયો. ૧૫ માસ પછી ૧૭૯૫ના ઓક્ટોબર માસમાં રાષ્ટ્રીય સંમેલનનું પતન થયું અને પાંચ સભ્યની “ડાયરેકટરી” (સમિતિ) સરકાર બની ગઈ. આ સ્પષ્ટપણે મધ્યમવર્ગની સરકાર હતી અને તેણે આમવર્ગને દાબી રાખવા કે શિશ કરી. આ “ડાયરેક્ટરી એ પાંચ વરસ સુધી કાંસ ઉપર શાસન કર્યું અને પ્રજાતંત્રનું બળ તથા પ્રતિષ્ઠા એટલાં ભારે હતાં કે અનેક આંતરિક ઝઘડાઓ હોવા છતાં પણ પરદેશ ઉપરનાં યુદ્ધોમાં પણ તેણે વિજયે મેળવ્યા. એની સામે બંડ પણ થયાં પરંતુ તે બધાં દબાવી દેવામાં આવ્યાં. આવું એક બંડ પ્રજાતંત્રના સૈન્યના નેપોલિયન બેનાપાર્ટ નામના એક યુવાન સેનાપતિએ દાબી દીધું હતું. તેણે પરીસના લેકોનાં ટોળાં ઉપર ગોળીબાર કરવાની ધૃષ્ટતા કરી અને એ રીતે તેમાંના સંખ્યાબંધ માણસે માર્યા ગયા. જ્યારે આમજનતાની કતલ કરવામાં ખુદ પ્રજાતંત્રને પુરાણું સૈન્યને જ ઉપગ કરી શકવાની પરિસ્થિતિ આવી ત્યારે કહી શકાય કે હવે ક્રાંતિનું નામનિશાન રહ્યું નહોતું.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy