SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આતિએ પ્રજાતંત્રવાદી ક્રાંસની બનાવટી ચલણી ને કરડેની સંખ્યામાં કાસમાં દાખલ કરી દીધી અને એ રીતે તેમણે ક્રનું ચલણ તથા નાણતંત્ર ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો. વિદેશીઓ સામેના યુદ્ધ ઉપર પ્રજાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત થયું હતું અને રાષ્ટ્રનું સઘળું બળ તેમાં રેકાયું હતું. આવાં યુદ્ધ કાંતને માટે જોખમકારક હોય છે, કેમ કે તેઓ પ્રજાનું ધ્યાન સામાજિક સમસ્યાઓમાંથી ખેંચીને વિદેશી દુશ્મનો સામે લડવા તરફ વળે છે. આ રીતે ક્રાંતિને ખરે હેતુ માર્યો જાય છે. યુદ્ધની ધગશ ક્રાંતિની ધગશનું સ્થાન લે છે. કાંસમાં પણ એમ જ બનવા પામ્યું; અને આપણે આગળ ઉપર જોઈશું કે એને પરિણામે આખરે ફાંસમાં એક પ્રતિભાશાળી સેનાપતિની સરમુખત્યારી કાયમ થઈ દેશમાં પણ ઉપદ્રવ પેદા થશે. ફ્રાંસના પશ્ચિમ ભાગમાં આવેલા વેન્ડી પરગણામાં, કંઈક અંશે ત્યાંના ખેતવેગે નવા ક્રાંતિકારી સન્યમાં જોડાવાની ના પાડી તેથી, અને કંઈક અંશે રાજાના પક્ષકારો તથા પરદેશ ભાગી ગયેલા કાંસના આશ્રિતની ઉશ્કેરણીથી, તેને પ્રચંડ બળવો ફાટી નીકળે. કતનું નિયમન તથા દોરવણી ખરી રીતે તે પેરીસના શહેરીઓ કરતા હતા. ખેડૂત વર્ગ, રાજધાનીમાં ઉપરાછાપરી થતા ફેરફાર સમજી કે તેની કદર કરી શકે એમ નહતું. એટલે તે પછાત પડી ગયો હતે. વેન્ડીના બળવાને અતિશય નિર્દયતાથી દબાવી દેવામાં આવ્યો. યુદ્ધ દરમ્યાન અને વિશેષ કરીને આંતર યુદ્ધ દરમ્યાન મનુષ્યની અધમમાં અધમ વૃત્તિઓ ઉશ્કેરાય છે અને દયા તથા કરણા નિરાશ્રય થઈ જાય છે. લાયન્સમાં ક્રાંતિ વિરોધી બળવો ફાટી નીકળ્યો. એ બળ દાબી દેવામાં આવ્યું અને કોઈકે એવી દરખાસ્ત રજૂ કરી કે તેણે કરેલા ગુનાની શિક્ષા તરીકે લાયન્સના મોટા શહેરને નાશ કરે “લાયન્સે સ્વતંત્રતા સામે હથિયાર ઉગામ્યાં છે. હવે લાયન્સની હસ્તી રહેતી નથી!” સદ્ભાગ્યે આ દરખાસ્તને તે સ્વીકાર ન થે પરંતુ લાયન્સને અતિશય સોસવું પડયું. દરમ્યાન પેરીસમાં શું બની રહ્યું હતું ત્યાં આગળ કાની સત્તા હતી? હજીયે ત્યાં નવા ચૂંટાયેલા કોમ્યુન તથા તેના વિભાગોનું પ્રભુત્વ હતું. રાષ્ટ્રીય સંમેલનમાં જુદા જુદા પક્ષો વચ્ચે સત્તા હાથ કરવા માટે ઝઘડે ચાલતું હતું. એમાં જીરાંદી અથવા નરમ દળના પ્રજાતંત્ર વાદીઓ અને “જેકેબિન' એટલે ઉદ્દામ પ્રજાતંત્રવાદીએ મુખ્ય
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy