SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ १२० જગતના ઇતિહાસનું રેખાદર્શન જ આપણું જોવામાં તે આવે છે અને તેથી આપણે આશ્ચર્યમાં બી જઈએ છીએ. પરંતુ પૃથ્વીના પેટાળમાં તે અનેક યુગેથી ભિન્ન ભિન્ન બળો એકબીજાની સામે કાર્ય કરી રહેલાં હોય છે અને એને લીધે ઉત્તરોત્તર વધારે ને વધારે વનિ એકત્ર થતું રહે છે. એમ થતાં થતો છેવટે એવી પળ આવી પહોંચે છે કે જ્યારે ધરતી તેને પિતાના ગર્ભમાં સમાવી રાખી શકતી નથી. પરિણામે ધરતીનું ઉપરનું પડ ફાડીને ગગન ચુંબી જવાળારૂપે તે બહાર ફાટી નીકળે છે અને ધગધગતે લાવારસ પર્વતની બાજુઓમાં વહેવા લાગે છે. એ જ પ્રમાણે જે બળ ક્રાંતિના રૂપમાં ફાટી નીકળે છે તે પણ લાંબા કાળથી સમાજના પેટાળમાં કાર્ય કરી રહેલાં હોય છે. આપણે પાણીને તપાવીએ ત્યારે તે ઊકળવા લાગે છે. પરંતુ તને ખબર છે કે, તે પણ ધીમે ધીમે ગરમ થતાં થતાં આખરે એક ક્ષણે એકદમ ઉકળવા લાગે છે. વિચારે તથા આર્થિક પરિસ્થિતિ ક્રાંતિ પેદા કરે છે. પોતાના વિચાર સાથે બંધબેસતી ન હોય એવી બધી વસ્તુઓ પ્રત્યે દુર્લક્ષ રાખનાર સત્તાધીશ બેવકૂફ લેકે માને છે કે ચળવળિયા અથવા ફિતરી લેકે ક્રાંતિ કરાવે છે. ચળવળ કરનારા તે પ્રવર્તતી પરિસ્થિતિથી અસંતુષ્ટ થયેલા લોકો હોય છે. તેઓ પરિસ્થિતિમાં ફેરફાર કરવા ચાહે છે અને તેને માટે કાર્ય કરે છે. દરેક ક્રાંતિના જમાનામાં આવા અસંખ્ય ચળવળિયાઓ પેદા થાય છે. એ ચળવળિયાઓ પિતે પણ સમાજમાં પ્રવર્તતા તીવ્ર અસંતોષ અને ખળભળાટમાંથી પેદા થાય છે. પરંતુ કરડે લેકે કંઈ એક ચળવળિયાના કહેવા માત્રથી કાર્ય કરવા પ્રેરાતા નથી. મોટા ભાગના લેકે તે સલામતી ચાહે છે. તેમની પાસે જે કંઈ હોય તે તેઓ ગુમાવવા માગતા નથી હોતા. પરંતુ જેને લીધે તેમની રેજબ-રોજની વ્યથા આંતશય વધી જાય અને જીવન લગભગ અશક્ય બોજા સમું થઈ પડે એવી આર્થિક પરિસ્થિતિ થઈ જાય એ વખતે નબળામાં નબળા લેકે પણ જોખમ ખેડવાને તત્પર બની જાય છે. એવે સમયે જ તેઓ ચળવળિયાની વાત કાને ધરે છે કેમ કે તે તેમની યાતનાઓ અને હાડમારીઓમાંથી નીકળવાનો માર્ગ ચીંધતે જણાય છે. મારા ઘણા પત્રમાં આમ સમુદાયનાં દુઃખ તથા હાડમારીઓ અને તેનાં રમખાણે વિષે તને કહ્યું છે. એશિયા તેમ જ યુરોપના દરેક દેશમાં તેનાં આવાં રમખાણ થયાં છે અને તેને પરિણામે
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy