________________
૯૯
અમેરિકા ઇંગ્લેંડથી છૂટું પડી જાય છે
૨ ઓકટોમ્બર, ૧૯૩૨
હવે આપણે ૧૮મી સદીની બીજી મહાન ક્રાંતિ ~~~ અમેરિકાની વસાહતાએ ઇંગ્લંડ સામે ઉઠાવેલા બળવા વિષે વિચારીશું. એ તો કેવળ રાજકીય ક્રાંતિ હતી અને તે જેને આપણે હમણાં વિચાર કરી ગયાં તે ઔદ્યોગિક ક્રાંતિ અથવા તો એના પછી થોડા જ વખતમાં થનારી યુરોપની સમાજવ્યવસ્થાના પાયા હચમચાવી નાખનાર ક્રાંસની ક્રાંતિ જેટલી યુગપ્રવ ક નહોતી. આમ છતાંયે અમેરિકામાં થયેલું રાજકીય પરિવર્તન મહત્ત્વનું હતું અને તેમાંથી ભારે પરિણામે નીપજવાનાં હતાં. એ કાળે સ્વતંત્ર થયેલાં અમેરિકાનાં સંસ્થાના વિકસીને આજે દુનિયાને સૌથી બળવાન, સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે સાથી આગળ વધેલા દેશ બન્યો છે.
૧૬૨૦ની સાલમાં ઇંગ્લેંડના કેટલાક પ્રોટેસ્ટટાને અમેરિકા લઈ
જનાર ‘ મેક્લાવર ’ જહાજનું તને સ્મરણ છે ખરું ? એ પ્રોટેસ્ટ ટેને ૧લા જેમ્સની આપખુદી પસંદ નહેાતી; તેને ધર્મ પણ તેમને પસંદ નહાતા. એથી આ લકાએ –– ત્યાર પછી તે ‘યાત્રી પૂન્ને ' ( પિલગ્રીમ ફાધર્સ ) ના નામથી જાણીતા થયા —— - ઇંગ્લંડમાંથી દેશવટા લીધા અને જ્યાં આગળ તેમને વધારે સ્વતંત્રતા મળી શકે એમ હતું એવા આટ્લાંટિક મહાસાગરની પેલે પાર આવેલા અજાયબીભર્યાં નવા દેશમાં જઈ સંસ્થાન વસાવી તેમણે વસવાટ કર્યાં. તે દેશના ઉત્તર ભાગમાં ઊતર્યાં અને એ સ્થાનને તેમણે ન્યૂ પ્લીમય નામ આપ્યું. ઉત્તર અમેરિકાના સમુદ્રકાંઠાના ખીજા પ્રદેશોમાં એમના પહેલાં પણ વસાહતીએ ગયા હતા. એમના પછી ત્યાં આગળ બીજા વસાહતીઓ પણ આવતા ગયા અને વખત જતાં ઉત્તર અમેરિકાના આખા પૂર્વ કિનારા ઉપર છેક ઉત્તરથી દક્ષિણ સુધી ઠેકઠેકાણે નાની નાની વસાંહતા ઊભી થવા પામી. એમાં કેટલીક કૅથલિક વસાહત હતી, કેટલીક ઇંગ્લેંડના કૅવેલિયર ' ઉમરાવેએ સ્થાપેલી વસાહત હતી અને કૈટલીક
"