________________
ઇગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ પાદરીએ લખેલા જૂનાં પુસ્તકમાં આ સાળ વિષે લખવામાં આવ્યું છે કે ડેઝિગની નગર સભાએ ( ટાઉન કાઉન્સિલ) એ શોધને લીધે સંખ્યાબંધ માણસે બેકાર બનશે એવા ભયથી યાંત્રિક સાળને નાશ કરાવ્યો અને તેના શોધકને ચૂપચાપ ગળું દબાવીને કે ડુબાડીને મારી નાંખવામાં આવ્યો ! એના શેધકના મનસ્વીપણે આવા હાલ કરવામાં આવ્યા છતાંયે ૧૭મી સદીમાં એ યંત્ર ફરી પાછું વપરાશમાં આવ્યું. એને કારણે યુરોપભરમાં રમખાણ થયાં. ઘણું સ્થળોએ એને ઉપયોગ થતું અટકાવવા માટે કાયદા કરવામાં આવ્યા અને કેટલેક ઠેકાણે તે તેને ભર બજારમાં જાહેર રીતે બાળી મૂકવામાં પણ આવ્યું. એની પહેલ વહેલી શોધ થઈ ત્યારથી એ યંત્ર પ્રચારમાં આવ્યું હોત તે સંભવ છે કે એના પછી બીજી શેઠે પણ થાત અને યંત્રયુગને આરંભ થયે તેના કરતાં વહેલે થાત. પરંતુ એને વપરાશ ન થયું. કેવળ એ જ હકીકત દર્શાવે છે કે તે સમયે એના પ્રચાર માટે સંજોગે અનુકૂળ નહોતા. પરંતુ જ્યારે એ સંજોગે અનુકૂળ થયા ત્યારે ઇંગ્લંડમાં અનેક રમખાણે થવા છતાંયે યંત્રએ પિતાની જડ ઘાલી. યંત્ર પ્રત્યે મજૂરો રોષે ભરાય એ બહુ જ સ્વાભાવિક હતું. પરંતુ તેઓ ધીમે ધીમે સમજ્યા કે એમાં દોષ યંત્રોને નહોતે પણ ગણ્યાગાંઠયા માણસેના લાભને અર્થે જે રીતે એને ઉપયોગ થતો હતો તે પદ્ધતિને દોષ હતું. પરંતુ હવે આપણે ઇંગ્લંડમાં થયેલી યંત્રો તથા કારખાનાંઓની પ્રગતિની વાત ઉપર આવીશું.
ગણ્યાગાંઠયાં કારખાનાંઓ અનેક ગૃહઉદ્યોગ તથા ઘર આગળ કામ કરનારા અસંખ્ય કારીગરોને હજમ કરી ગયાં. ઘર આગળ કામ કરનારા કારીગરે યંત્ર સાથે સ્પર્ધા કરી શકે એમ નહોતું. એટલે પિતાના જૂના ઉદ્યોગધંધા છેડીને જેમને તેઓ ધિક્કારતા હતા તે જ કારખાનાઓમાં મજૂર તરીકે કામગીરી શેધવાની અથવા તે બેકારના સમૂહમાં ભળી જવાની તેમને ફરજ પડી. ગૃહઉદ્યોગ એક સપાટ પડી ભાગ્યા એમ ન કહી શકાય, પરંતુ ઠીકઠીક ત્વરાથી તે નિર્મૂળ થયા. એ સદીના અંતમાં એટલે કે ૧૮૦૦ની સાલના અરસામાં ઠેકઠેકાણે મેટાં મોટાં કારખાનાંઓ દેખાવા લાગ્યાં. ૩૦ વરસ પછી સ્ટેફનસનના “રોકેટ” નામના સુપ્રસિદ્ધ એંજિનની સાથે ઈગ્લેંડમાં આગગાડીઓ શરૂ થઈ અને એ રીતે આખા દેશમાં ઉદ્યોગોનાં લગભગ બધાં ખાતાઓમાં તથા સમગ્ર જીવનવ્યવહારમાં પણ યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે પગપિસાર કરતાં જ ગયાં.