SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચડ ચત્રોના ઉચ ૧૯૯ લંડનના લેભાગુ વેપારીઓ પ્રત્યે તેને ભારે અણુગમા હતા. એક વખતે ગુસ્સામાં આવી જઈ તે પોતાની રાજધાની કસફર્ડ લઈ જવાની તેણે લંડનવાસીઓને ધમકી આપી. લંડનના લૉડમેયર ( ત્યાંની મ્યુનિસિપાલિકીના પ્રમુખ) એ ધમકીથી જરાયે ડગ્યા નહિ અને તેણે જણાવ્યું કે, ‘ આપ નામદાર કૃપા કરીને અમારે માટે ટેમ્સ નદી તે મૂકતા જશે! એવી હું આશા રાખું છું !' લંડનના આ બિનક વેપારી વર્ગનું પામેન્ટને ભારે પીઠબળ હતું અને ૧લા ચાર્લ્સ સાથેની લડાઈ દરમ્યાન તેણે તેને મોટા ભાગના પૈસા આપ્યા હતા. ઈંગ્લેંડમાં જે આ બધા હુન્નર ઉદ્યોગો વિકસ્યા તે ગૃહઉદ્યોગો કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે કારીગરે અથવા શિલ્પીઓ સામાન્ય રીતે પોતાના ઘરમાં અથવા નાના નાના સમૂહોમાં કામ કરતા. હિંદુસ્તાનની કેટલીક ન્યાતને મળતાં દરેક ધંધાના કારીગરોનાં મડળો હતાં. એ મંડળે ગીલ્ડ ' કહેવાતાં. પરંતુ એ મડળામાં હિંદુસ્તાનની ત્યાતોમાં રહેલું ધર્મનું તત્ત્વ નહેતું. પ્રવીણ કારીગરે શિખાઉ ઉમેદવારે રાખતા અને તેમને પોતાના હુન્નર શીખવતા. વણકરો પાસે પોતાની સાળા હતી અને કાંતનારાઓ પાસે પોતપોતાના રેટિયા હતા. કાંતવાનું તો લગભગ સાત્રિક હતું અને સ્ત્રીઓ તથા છેકરીઓના એ ફાલતુ વખતના ઉદ્યોગ હતો. કાઈ કાઈ જગ્યાએ નાનાં નાનાં કારખાનાં પણ હતાં. ત્યાં આગળ થેાડી સાળા એકત્ર કરીતે બધા વણુકરો એક સાથે કામ કરતા. પરંતુ પ્રત્યેક વણકર પોતાની સાળ ઉપર અલગ કામ કરતા અને તે પોતાની સાળ ઉપર ઘર આગળ કામ કરે અથવા કાઈક ઠેકાણે બીજા વણકરાની સાથે બેસીને કામ કરે એમાં કશે! જ તફાવત નહોતા. આવું નાનું કારખાનું પ્રચંડ યત્રાવાળા આજના કારખાનાથી બિલકુલ ભિન્ન હતું. : આવા ગૃહઉદ્યોગે એ સમયે કેવળ ઇંગ્લંડમાં જ વિકસ્યા એમ નથી પણ સારી દુનિયામાં જ્યાં જ્યાં ઉદ્યોગોનું પ્રાધાન્ય હતું તેદરેક દેશમાં તેને વિકાસ થવા પામ્યા હતા. આમ હિંદુસ્તાનમાં આ ગૃહઉદ્યોગોએ ભારે પ્રગતિ કરી હતી. ઇંગ્લંડમાં તે આજે ગૃહઉદ્યોગો લગભગ નામશેષ થઈ ગયા છે, પણ હિંદુસ્તાનમાં તે એમાંના ઘણાખરા હજી કાયમ છે. હિંદુસ્તાનમાં તે પ્રચંડ યંત્ર તથા નાની ઘરસાળ હજી એક સાથે ચાલુ છે અને તું એ બન્નેની તુલના કરી શકે એમ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy