SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પરિવર્તનને આરે ઊભેલું યુરેપ ૫૮૯ લેકે કેટલા આનંદથી યાતનાઓ સહન કરે છે અને પિતાના પ્રાણની પણુ આહુતિ આપે છે એની તને ખબર છે. એ જ રીતે બીજા દેશોના લેકે પણ પિતપોતાની માતૃભૂમિની કલ્પના ખાતર એવી જ ભાવના અનુભવતા હતા. પરંતુ એ વસ્તુ તો પાછળથી ઉભવી હતી. અત્યારે તે હું તને માત્ર એટલું જ કહેવા માગું છું કે ૧૮મી સદી દરમ્યાન રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિની ભાવના અંકુરિત થઈ કાંસના ફિલસૂફેએ એના વિકાસમાં ફાળો આપે અને ફ્રાંસની મહાન ક્રાંતિએ એ ભાવનાને દમૂલ કરી–એના ઉપર મહોર મારી દીધી. આ બધાં રાષ્ટ્રને “સત્તાઓ” તરીકે ઓળખવામાં આવતાં. રાજાઓ તે આવતા અને જતા પણ રાષ્ટ્ર તે કાયમ રહેતું. આ બધી સત્તાઓ માં કેટલીક બીજી સત્તાઓ કરતાં આગળ વધી અને વધારે મહત્વની બની. આમ ૧૮મી સદીના આરંભકાળમાં ક્રાંસ, ઈંગ્લેંડ, ઑસ્ટ્રિયા, પ્રશિયા તથા રશિયા વગેરે રાષ્ટ્રોની “મહાન સત્તાઓ' તરીકે ગણના થતી. સ્પેન જેવાં બીજાં કેટલાંક રાષ્ટ્રોની પણ સિદ્ધાંતની દૃષ્ટિએ મહાન સત્તાઓ'માં ગણના થતી, પરંતુ તેમનાં હવે વળતાં પાણી થયાં હતાં. ઈંગ્લંડની સમૃદ્ધિ તથા મહત્વ બહુ જ ત્વરાથી વધતાં જતાં હતાં. ઇલિઝાબેથના સમય સુધી તે તેની ગણના દુનિયાના તે શું પણ યુરોપના મહત્ત્વના દેશોમાં પણ થતી નહોતી. તેની વસતી બહુ ઓછી હતી. ઘણું કરીને તેની વસતી ૬૦ લાખથી વધારે નહોતી એટલે કે એ સમયે તેની વસતી આજની લંડનની વસતી કરતાં પણ ઘણી ઓછી હતી. તે પરંતુ પૂરિટન ક્રાંતિ અને રાજા ઉપરના પાર્લમેન્ટના વિજય પછી નવા ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ સાથે મેળ સાધીને ઈગ્લેંડ આગળ વધવા લાગ્યું. સ્પેનની ધૂંસરી ફગાવી દીધા પછી હેલેંડે પણ એમ જ કર્યું. ૧૮મી સદીમાં અમેરિકા તથા એશિયામાં સંસ્થાન મેળવવા માટે પડાપડી ચાલી. એ ઝૂંટાઝૂંટીમાં યુરેપની ઘણી સત્તાઓએ ભાગ લીધે પરંતુ આખરે એ ઝઘડે મુખ્યત્વે કરીને ઇંગ્લેંડ અને ક્રાંસ વચ્ચે બની ગયો. આ હરીફાઈમાં અમેરિકા તથા હિંદમાં ઈંગ્લડ ઘણું આગળ વધ્યું હતું. ૧૫મા લૂઈને આવડત વિનાના શાસન ઉપરાંત, માંસ યુરોપના રાજકારણમાં વધારે પડતું ગૂંચવાયેલું હતું. ૧૭૫૬થી ૧૭૬૩ની સાલ દરમ્યાન બધાને સ્વામી કેણ બને એ હરાવવા ખાતર એ બે રાજ્ય તેમ જ બીજા પણ કેટલાંક રાજ્યો વચ્ચે યુરોપ, કેનેડા અને હિંદમાં , વિગ્રહ ચાલે. એ સાત વરસના વિગ્રહ તરીકે ઓળખાય છે. હિંદમાં
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy