SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન લાવથી થાય છે (સ્મરણમાંથી તે હું અહીં ઉતારું છું ) : “ મનુષ્ય જન્મે છે તે સ્વતંત્ર પણ તે સત્ર બંધનમાં જણાય છે.' રૂસા સમર્થ કેળવણીકાર પણ હતા અને શિક્ષણની જે નવી રીતો તેણે સૂચવી હતી તેમાંની ઘણીખરીને આજે શાળામાં અમલ થાય છે. વૉલ્તેયર અને રૂસા ઉપરાંત બીજા ઘણા જાણીતા વિચારકે અને લેખકે ફ્રાંસમાં અઢારમી સદીમાં થઈ ગયા. અહીં હું ‘ સ્પિરિટ ઓફ ધી લોઝ ' ( કાયદાનું હાર્દ ) નામના પુસ્તકના લેખકનો જ ઉલ્લેખ કરીશ. તેનું નામ માત્તેસ્કિયેય હતું અને તેણે આ ઉપરાંત બીજા પણ કેટલાંક પુસ્તકા લખ્યાં હતાં. આ અરસામાં પેરીસમાં વિશ્વકાશ ( એનસાયકલોપીડિયા ) પણ બહાર પડ્યો. એ કાષ દિદેશ તથા અન્ય સમ લેખકાના રાજકીય તેમ જ સામાજિક વિષયો ઉપરના લેખાથી ભરપૂર હતો. સાચે જ, એ કાળમાં ક્રાંસમાં સ ંખ્યાબંધ ફિલસૂફો તથા વિચારા પાકવા. પણ એથીયે વધારે મહત્ત્વની વસ્તુ તો એ છે કે, તેમનાં લખાણા બહેાળા પ્રમાણમાં વંચાતાં હતાં અને સંખ્યાબંધ સામાન્ય લોકાને પણ તેમના વિચારો ઉપર મનન કરતા તથા તેમના સિદ્ધાંતેની ચર્ચા કરતા કરવામાં તેઓ ફતેહમદ થયા હતા. આ રીતે ફ્રાંસમાં ધાર્મિ ક અસહિષ્ણુતા તથા રાજકીય તેમ જ સામાજિક વિશિષ્ટ અધિકારોના વિરોધી બળવાન લેાકમત પેદા થયા. સ્વતંત્રતા માટેની કંઈક અસ્પષ્ટ કામનાએ લાના માનસમાં ઘર કર્યું. આમ છતાંયે નવાઈની વાત તો એ છે કે, ફિલસૂફા યા તો જનતા એમાંથી એકે રાજાને ત્યાગ, કરવા ચહાતા નહાતા. પ્રજાતંત્રને ખ્યાલ હજી પ્રચલિત યે નહાતા અને કંઈક પ્લૅટના ફિલસૂફ રાજાના જેવા આદર્શ રાજા તેમને મળી જાય અને તે તેમને બેજો દૂર કરી તેમને ન્યાય તથા અમુક પ્રમાણમાં સ્વાતંત્ર્ય બક્ષે એવું જનતા હજી પણ ઇચ્છતી હતી. કંઈ નહિ તોયે ફિલસૂફાનાં લખાણે તે આ મતલબનાં હતાં જ. દુ:ખમાં ડુબેલી પીડિત જનતાનો રાજા માટે પ્રેમ હતો કે કેમ એ તેા શ’કાસ્પદ છે. ક્રાંસની પેઠે ઇંગ્લંડમાં રાજકીય વિચારો આવે! વિકાસ થયે નહોતો. એમ કહેવામાં આવે છે કે, અંગ્રેજ એ રાજકીય પ્રાણી નથી જ્યારે ક્રાંસવાસી છે. એ ગમે તેમ હા, પણ ૧૬૮૮ની ઇંગ્લેંડની ક્રાંતિથી ત્યાંની તંગદિલી કંઈક ઓછી થઈ હતી. જો કે, ત્યાં પણ હજીયે કેટલાક વર્ષાં સારી પેઠે વિશેષ અધિકાર ભોગવતા હતા. જેને વિષે હું હવે
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy