SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેઓ ઈચ્છતા નહોતા. જ્ઞાતિને માટે સંસ્કૃત ભાષાને શબ્દ વર્ગ છે. તેનો અર્થ રંગ થાય છે. એ પણ દર્શાવે છે કે બહારથી આવનાર આ હિંદના મૂળ વતનીઓ કરતાં રંગે ગૈર અથવા ઊજળા હતા. આમ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એક બાજુ આર્ય લેકેએ મહેનતમજૂરી કરનારા વર્ગને દબાવી રાખે અને તેમને પિતાના લેકશાસનમાં કશો જ હિરસે ન આપો જ્યારે બીજી બાજુ તેમના પિતાના સમૂહમાં ઘણી સ્વતંત્રતા હતી. તેઓ પોતાના રાજાઓ કે શાસકોને અઘટિત રીતે વર્તવા ન દેતા અને કદી કોઈ શાસક અઘટિત રીતે વર્તે તે તેને તેઓ દૂર કરતા. ઘણુંખરું ક્ષત્રિય રાજા થતા, પરંતુ યુદ્ધ કે સંકટના સમયમાં કોઈ કોઈ વખત જે તેનામાં મગદૂર હેય તે શક કે સૈથી હલકી જાતિને માણસ પણ રાજગાદી મેળવી શકતે. પાછળના વખતમાં આર્ય લેકેનું ખમીર ઊતરી ગયું અને તેમની જ્ઞાતિવ્યવસ્થા જડ બની ગઈ. આમ પ્રજામાં વધારે પડતા વિભાગ પડવાથી દેશ કમજોર બન્યો અને તેનું પતન થયું. પછી તે તેઓ પિતાની સ્વતંત્રતાને પુરાણે આદર્શ પણ ભૂલી ગયા. કેમકે, પ્રાચીન સમયમાં કહેવામાં આવતું હતું કે આર્ય કદી પણું ગુલામ બને નહિ અને આર્ય નામને એબ લગાડવા કરતાં તે મેતને વરશે. આર્યોએ તેમની વસાહતે – તેમનાં નગર અને ગામે – ગમે તેમ અવ્યવસ્થિત રીતે વસાવ્યાં હતાં. તે ચોક્કસ પેજના પ્રમાણે વસાવાયાં હતાં, અને તને એ જાણીને આનંદ થશે કે એ યોજનામાં ભૂમિતિને ઘણે આધાર લેવામાં આવ્યો હતે. વળી વૈદિક પૂજામાં પણ ભૂમિતિની આકૃતિઓને ઉપયોગ કરવામાં આવતા હતા. આજે પણ ઘણાંખરા હિંદુ ઘરોમાં જુદી જુદી પૂજા વખતે આ આકૃતિઓને ઉપયોગ કરવામાં આવે છે. ઘરે અને નગરે બાંધવાના શાસ્ત્ર સાથે ભૂમિતિને ઘણો નિકટને સંબંધ છે. શરૂઆતમાં તે ઘણું કરીને આર્ય ગામ કિલ્લેબંધીથી સુરક્ષિત છાવણી જેવું જ હતું. કારણકે તે સમયે હમેશાં દુશ્મનના હુમલાને ભય રહેતો. પરંતુ બહારના હુમલાને ભય જતે રહ્યો ત્યાર પછી પણ એ જ યેજના ચાલુ રહી. એ યોજના પ્રમાણે ગામ કે નગરની ચારે બાજુ ચતુષ્કોણ કેટ હતા અને તેમાં ચાર મેટા અને ચાર નાના દરવાજા હતા. આ કટની અંદર ખાસ ક્રમ પ્રમાણે રસ્તાઓ અને ઘરે હતાં. મધ્યમાં પંચાયત ઘર હતું. ત્યાં આગળ ગામના વડીલે ભેગા થતા. નાનાં ગામડાંઓમાં પંચાયત ઘરને
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy