SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આંસુ વહી ચૂક્યાં છેઅને આ દુઃખી દુનિયા ઠેકાણે આવશે ત્યાં સુધીમાં કોને ખબર કે હજીયે કેટલાં આંસુ વહેશે. આપણું કર્તવ્ય આપણી સામે ખડું છે અને આપણી સામે પડેલું મહાકાર્ય હજી આપણને બેલાવી રહ્યું છે. એટલે એ કાર્ય પાર પડે ત્યાં સુધી આપણને કે આપણી પાછળ આવનારાઓને માટે આરામ કે સુખચેન ન હોઈ શકે. એથી કરીને મારા રેજિંદા કાર્યક્રમને વળગી રહેવાને મેં નિર્ણય કર્યો છે અને હું પહેલેની જેમ તને પત્રો લખતા રહીશ. મારા છેવટના પત્રે હિંદુસ્તાનને લગતા હતા અને મારા એ લખાણને પાછળ ભાગ ચિત્તને બહુ પ્રસન્ન કરે એવું નથી. હિંદ પૂરેપૂરું બેહાલ થઈને પડ્યું હતું અને તે હરેક ધાડપાડુ તથા સાહસ ખેડનારને શિકાર બન્યું હતું. પૂર્વના એના મહાન સદર સમા ચીનની હાલત એના કરતાં ઘણી સારી હતી અને હવે આપણે ચીન તરફ વળીશું. મિંગ યુગના સમૃદ્ધિના કાળ વિષે અને પછીથી ત્યાં સડે અને ફાટફૂટ દાખલ થયાં તથા ચીનના ઉત્તર તરફ પડોશી મંચૂ ચડી આવ્યા અને તેમણે ચીનને કેવી રીતે જીતી લીધું વગેરે બાબતે વિષે મેં તને કહ્યું હતું (૮૦મા પત્રમાં) તે તને યાદ હશે. ૧૬પ૦ની સાલ પછી મંચૂઓએ સમગ્ર ચીન ઉપર પિતાને પાકે કાબૂ જમાવ્યું. આ અર્ધ-વિદેશી રાજવંશના અમલ દરમ્યાન ચીન બળવાન બન્યું અને કંઈક અંશે તેણે આક્રમણકારી વલણ ધારણ કર્યું. મંચૂઓ પિતાની સાથે નવીન શક્તિ લેતા આવ્યા હતા. જોકે, ચીનની આંતરિક વ્યવસ્થામાં તેમણે ઓછામાં ઓછી દખલ કરી પરંતુ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ તરફ પિતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં પોતાની ઊભરાતી શક્તિને તેમણે ઉપયોગ કર્યો. સામાન્ય રીતે નવ રાજવંશ આરંભમાં થોડા કાબેલ રાજકર્તાઓ પેદા કરે છે અને છેવટે નમાલા રાજાઓથી એને અંત આવે છે. એ જ રીતે મંચૂઓએ પણ કેટલાક અસાધારણ શક્તિશાળી અને નિપુણ રાજાઓ તથા રાજનીતિ પેદા કર્યા. તે વંશને બીજે રાજા કાંગ-હી હતા. ગાદીએ આવ્યું ત્યારે તેની ઉપર માત્ર આઠ વરસની હતી. તે સમયના દુનિયાના બીજા કેઈ પણ સામ્રાજ્યના કરતાં વિશાળ અને આબાદ સામ્રાજ્યને તે ૬૧ વરસ સુધી સમ્રાટ રહ્યો. પરંતુ એને લીધે અથવા તે તેનાં લશ્કરી પરાક્રમને કારણે એને ઇતિહાસમાં મહત્વનું સ્થાન નથી મળ્યું. એની રાજનીતિ અને તેની અદ્વિતીય
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy