SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ સર જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન યુદ્ધો થયાં. પણ આ બધાં યુદ્ધોની વિશિષ્ટતા એ છે કે, ઈંગ્લેંડના હિતને ખાતર એ લડાયાં હોવા છતાં તેમના બધા ખરચ હિંદુસ્તાનને માથે પડ્યો. ઇંગ્લેંડ કે અંગ્રેજ લોકા ઉપર એને કશાયે ખાજો પડયો નહિ. તેમણે તે એને મફતને ફાયદો જ ઉદ્દાબ્યો. • ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની — હિંદના રાજ કારભાર ચલાવતી હતી એ લક્ષમાં રાખજે. તેના ઉપર બ્રિટિશ પામેન્ટને અંકુશ વધતા જતા હતા એ ખરું, પરંતુ હિંદનું ભાવી પ્રધાનપણે તે અમુક વિશિષ્ટ પ્રકારના સાહસખાર વેપારીઓના હાથમાં હતું. રાજ્યવહીવટ અધિકાંશે વેપાર હતો અને વેપાર એ અધિકાંશે લૂંટ હતી. એ રાજવહીવટ, એ વેપાર અને એ લૂટ વચ્ચે નહિ જેવા જ ભેદ હતો. ક ંપની પોતાના શેર હાલ્ડરોને ૧૦૦, ૧૫૦ કે ૨૦૦ ટકા જેટલું ભારે ડિવિડંડ પ્રતિવર્ષ વહેંચતી. અને એ ઉપરાંત ક્લાઈવની બાબતમાં આપણે જોઈ ગયાં તેમ તેના એજટી સારી સરખી દોલત પોતાને માટે એકઠી કરતા હતા. વળી કંપનીના અધિકારી વેપારના ઇજારાઓ રાખતા હતા અને એ રીતે તે થોડા જ સમયમાં અઢળક દોલત એકઠી કરતા હતા. હિંદમાં ક ંપનીના જે અમલ કહેવાય છે તે આવા હતા ! પણું ΟΥ -
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy