SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદમાં અંગ્રેજોને પિતાના હરીકે ઉપરને વિજય પ૫૭ ફ્રેંચને કાંટે કાઢી નાખ્યા પછી હવે અંગ્રેજોના માર્ગમાં શી નડતર રહી હતી? પૂર્વ તથા મધ્ય હિંદ તેમ જ થોડે અંશે ઉત્તર હિંદમાં પણ મરાઠાઓ હતા. વળી હૈદરાબાદને નવાબ પણ હતે; પરંતુ તેની તે ઝાઝી ગણના નહતી, પણ દક્ષિણમાં હૈદર અલી નો અને બળવાન વિરોધી પેદા થયે હતે. જૂના વિજયનગરના સામ્રાજ્યના અવશેષો ઉપર તેણે પિતાની સત્તા જમાવી હતી. આજે મૈસૂરનું રાજ્ય છે તે જ એ પ્રદેશ, ઉત્તરમાં બંગાળમાં સિરાજઉદૌલાને અમલ હતો. તે સાવ દુર્બળ અને આવડત વિનાને હતે. અને આપણે જોઈ ગયાં કે દિલ્હીનું સામ્રાજ્ય તે હવે કેવળ કલ્પનામાં જ રહ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે છેક ૧૭૫ની સાલ સુધી એટલે કે નાદીરશાહે ચડાઈ કરીને મધ્યસ્થ રાજ્યતંત્રના પડછાયાને પણ અંત આણ્યું ત્યાર પછી પણુ લાંબા સમય સુધી અંગ્રેજો દિલ્હીના બાદશાહને પોતાની તાબેદારીની નિશાની તરીકે નજરાણાં મોકલ્યા કરતા હતા. ઓરંગઝેબના સમયમાં અંગ્રેજોએ બંગાળમાં હથિયાર ઉગામવાનું સાહસ કર્યું હતું તે તને યાદ હશે. પરંતુ એ વખતે તેમની સખત હાર થઈ અને એ પરાજયથી તેઓ એવા તે નરમ થઈ ગયા કે, ઉત્તર હિંદની પરિસ્થિતિ કોઈ પણ હિંમતવાળા અને નિશ્ચયી માણસને આકર્ષે એવી થઈ ગઈ હોવા છતાંયે ફરીથી હથિયાર ઉગામવાનું સાહસ કરતાં તેઓ લાંબા વખત સુધી સંકલ્પવિકલ્પ કરતા રહ્યા. | લાઈવ કે જેની અંગ્રેજે એક મોટા સામ્રાજ્યના ઘડવૈયા તરીકે ભારે પ્રશંસા કરે છે તે આવો હિંમતબાજ અને નિશ્ચયી પુરુષ હતો. એનું વ્યક્તિત્વ તથા એનાં કાર્યો, સામ્રાજ્ય કેવી રીતે ઘડાય છે તેનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. તે ભારે છાતીવાળો, સાહસિક અને અતિશય ધનલેભી હતે. છળકપટ અને દગોફટકે કરવામાં પણ તે પાછો પડતે નહિ. ખોટા દસ્તાવેજો બનાવવા કે જૂઠાણું ચલાવવાં પડે તોયે તેને નિશ્ચય ડગત નહતો. બંગાળનો નવાબ સિરાજુદૌલા અંગ્રેજોનાં કરતકથી અતિશય ચિડાયો હતો. આથી, પિતાની રાજધાની મુર્શિદાબાદથી આવીને તેણે કલકત્તાને કબજે લીધે. એ પ્રસંગે “કાળી કોટડી ને કરણ બનાવ બન્યું હતું એવું કહેવાય છે. એ વિષે એવી વાત ચાલે છે કે નવાબના અમલદારોએ હવાઅજવાળા વિનાની એક નાનકડી કોટડીમાં સંખ્યાબંધ અંગ્રેજોને આખી રાત પૂરી રાખ્યા અને તેમાંના ઘણાખરા ગૂંગળાઈને મરણ પામ્યા. આવું કાર્ય જંગલી અને ભયંકર
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy