SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર રામાયણના કાળથી પ્રયાગની હસ્તી છે. અલ્લાહાબાદ આગળને કિલ્લે અકબરે બંધાવ્યું હતું. મુલકે જીતવામાં અને પિતાના વિશાળ સામ્રાજ્યને મજબૂત બનાવવામાં અકબરે બહુ જ વ્યવસાયી જીવન ગાળ્યું હોવું જોઈએ. પણ એના એ સમગ્ર જીવન દરમ્યાન અકબરની એક અદ્વિતીય ખાસિયત આપણને દેખાઈ આવે છે. એ તેની અસીમ જિજ્ઞાસાવૃત્તિ અને સત્ય માટેની તેની જ હતી. જે કઈ કઈ પણ વિષય ઉપર કંઈક પ્રકાશ ફેંકી શકે એમ હોય તેને તે બેલાવો અને તેની પાસેથી માહિતી મેળવી લેતે. ભિન્ન ભિન્ન ધર્મના લેકે ઇબાદતખાનામાં એની આસપાસ એકત્ર થતા હતા અને તેમને દરેક જણ આ મહાન સમ્રાટને પિતાના ધર્મમાં આણવાની આશા રાખતા હતા. તેઓ બધા અરસપરસ એક બીજા સાથે ઝઘડતા. અકબર તેમના વાદવિવાદ અને દલીલે સાંભળો તથા તેમને અનેક પ્રશ્નો પૂછતે. સત્ય એ કઈ? પણ ધર્મ કે સંપ્રદાયને ઇજારો નથી એવી તેને પ્રતીતિ થઈ હોય એમ લાગે છે અને તેણે જાહેર કર્યું હતું કે સર્વ ધર્મો પ્રત્યે સમભાવ એ મારે દૃઢ સિદ્ધાંત છે. તેના રાજ્યકાળને ઈતિહાસકાર બદાઉની – જેણે આવી અનેક ચર્ચા પરિષદમાં ભાગ લીધે હશે – અકબર વિષે બહુ મજાનું ખાન આપે છે. તે હું અહીંયાં ટાંકીશ. બદાઉની પિતે ચુસ્ત મુસલમાન હસે અને અકબરની આ ધર્મસમભાવની પ્રવૃત્તિ તેને બિલકુલ નાપસંદ હતી. તે કહે છે કે: બાદશાહ સલામત સૌના, ખાસ કરીને જેઓ મુસલમાન નથી તેમના, અભિપ્રાચ એકત્ર કરતા. અને તેમાંથી જે તેમને વાજબી લાગતા તે તે સ્વીકારતા અને જે પોતાના વલણથી ઊલટા અને પોતાની માન્યતાની વિરુદ્ધ હોય તેને ત્યાગ કરતા. છેક બચપણથી જુવાની સુધી અને જુવાનીથી ઘડપણ સુધી બાદશાહ સલામત ભિન્ન ભિન્ન અનેક અવસ્થાઓમાંથી પ્રથા અનેક પ્રકારનાં ધાર્મિક અનુષ્યનો અને સાંપ્રદાયિક માન્યતાઓમાંથી પસાર થયા છે; અને પસંદગી કરવાની પોતાની વિશિષ્ટ પ્રકારની શક્તિથી બીજા લોકો જે સામાન્ય રીતે પુસ્તકમાંથી મેળવે છે તે બધું તેમણે મુસ્લિમ શરિયતથી બિલકુલ વિરુદ્ધ એવી જિજ્ઞાસાની ભાવનાથી પ્રાપ્ત કર્યું છે. આમ કેટલાક મૌલિક સિદ્ધાંત ૯પર રચાયેલી શ્રદ્ધા તેમના હૃદયરૂપી આયના ઉપર અંકિત થઈ અને બાદશાહ સલામત ઉપર પડેલી બધી અસરને પરિણામે પથ્થર ઉપર રેખાઓ અંકિત થાય છે તે પ્રમાણે તેમને અંતરમાં એવી માન્યતા દૃઢ થઈ કે દરેક ધર્મમાં સમજુ માણસે તથા સંયમી વિચારક હોય છે. તથા દરેક રાષ્ટ્ર કે પ્રજામાં
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy