SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંગ્લેડ પિતાના રાજાને શિરચ્છેદ કરે છે પ૧૩ આ ભારે સાહસ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડયું તેથી ઈગ્લેંડને ભારે પ્રોત્સાહન મળ્યું. લેકોનું લક્ષ આ બાબતમાં પરોવાયું તથા તેમનું મન પરદેશો તરફ વળ્યું એ સિવાય આ બધી વસ્તુઓને રાજા અને પાર્લામેન્ટ વચ્ચેના ઝઘડા સાથે ઝાઝી લેવાદેવા નથી. પરંતુ ડર કાળમાં પણ અંદરખાને તે તકલીફ પેદા થઈ રહી હતી. ઈલિઝાબેથના અમલને સમય એ ઈગ્લેન્ડનો સૌથી જવલંત યુગ છે. ઇલિઝાબેથ મહાન રાણી હતી અને તેના સમયમાં ઈંગ્લંડમાં ઘણું મહાપુરુષ અને કર્મવીર પાક્યા. પરંતુ એ રાણી અને તેને સાહસિક સરદારે (નાઈસ) કરતાં એ પેઢીના કવિઓ તથા નાટકકારે વધારે મહાન હતા. અમર વિલિયમ શેકસપિયર એ સૌને મે ખરે છે. એનાં નાટકે તે આજે દુનિયાભરમાં પરિચિત છે પરંતુ એના જીવન વિષે આપણને નહિ જેવી જ માહિતી છે. આપણને આનંદથી છલકાવનાર અને અંગ્રેજી ભાષાને સમૃદ્ધ કરનાર અનેક રત્નના કેટલાક તેજસ્વી સર્જકે માને તે એક છે. ઈલિઝાબેથના યુગનાં નાનાં નાનાં ઊર્મિકાવ્યોમાં જે વિશિષ્ટ પ્રકારનું માધુર્ય છે તે બીજા કાવ્યોમાં મળતું નથી. સાદી અને સુમધુર વાણીમાં પોતાની વિશિષ્ટ રીતથી રોજની ઘટનાઓ વર્ણવતાં પ્રસન્નતાપૂર્વક તેઓ આગળ વધે છે. લીટન હેંચી નામના એક અંગ્રેજ વિવેચકે આ યુગ વિષે કહ્યું છે કે, ઈલિઝાબેથના જમાનાના એ ગૌરવવંતા પુરુષોની ઉદાત્ત અને પ્રબળ ભાવનાએ એક જ ચમત્કારી પેઢીમાં દુનિયામાં આજ સુધી અજોડ એ નાટકને વારસો ઇંગ્લંડને આપે છે.” ઇલિઝાબેથ ૧૬૦૩ની સાલમાં એટલે કે, મહાન અકબરના મૃત્યુ પહેલાં બે વરસ આગળ મરણ પામી. તેની પછી સ્કેટલેન્ડને રાજા ઇંગ્લંડની ગાદી ઉપર આવ્યું. કેમકે તે સાથી નજીકનો ગાદીને હકદાર મનાતું હતું. જેમ્સ ૧લા તરીકે તે ઈંગ્લંડની ગાદીએ બેઠે અને આમ ઈગ્લેંડ તથા સ્કોટલેંડનું એકત્ર રાજ્ય બન્યું. જે કાર્ય હિંસાથી સધાયું નહોતું તે આમ શાંતિથી પાર પડયું. જેમ્સ ૧લે રાજાના દેવી હકના સિદ્ધાંતમાં માનનારે હતું અને પાર્લામેન્ટ પ્રત્યે તેને અણગમો હતે. ઇલિઝાબેથ કટલે તે ચતુર નહેતે અને થોડા જ વખતમાં પાર્લામેન્ટ અને તેની વચ્ચે ઝઘડે ઊભો થયે. એના રાજ્ય અમલ દરમ્યાન ૧૬૨૦ની સાલમાં ઈંગ્લંડના કેટલાક અણનમ પ્રોટેસ્ટ પિતાના વતનને હમેશને માટે ત્યાગ કરીને મેફલાવર” વહાણમાં બેસીને સ-રે રે
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy