SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ ૫૦૭ ખાતરી રાખજે. ક્રોધે ભરાઈને ઈશ્વર પણ અમારે વિનાશ વાંછે અને અમને આશરે ન આપે તે તમને અંદર આવતા રોકવાને અમે હમેશાં ખડા રહીશું. અને છેવટની ઘડી આવે ત્યારે અમારે હાથે અમે શહેરને આગ લગાડીશું અને અમારાં ઘરબારને અપવિત્ર થવા દેવા અને અમારી સ્વતંત્રતા હરાવા દેવા કરતાં અમે બધાં સ્ત્રી પુરુષ અને બાળકે એક સાથે એ આગની જ્વાળામાં હેમાઈ જઈશું.” લીડન શહેરના લેકોની આવી ઉત્કટ ભાવના હતી. પરંતુ તેમને બહારથી કશી સહાય મળી નહિ અને દિવસો વીતતા ગયા તેમ તેમ ત્યાં નિરાશાનું સામ્રાજ્ય વ્યાપવા માંડયું. આખરે હેલેંડની જાગીરોમાંના તેમના મિત્રોને તેમણે સંદેશે મેક. જાગીરેએ આ પ્રસંગે, લીડન શહેર દુશ્મનના હાથમાં જાય તેના કરતાં પિતાની વહાલી ભૂમિને પાણીમાં ડુબાવી દેવાને ભારે નિર્ણય કર્યો. “દેશ ગુમાવવા કરતાં ડુબાવ સારે.” અને ભારે સંકટમાં સપડાયેલા પિતાના સાથી શહેરને તેમણે આ જવાબ મોકલ્યો: “લીડન! તને છેહ દેવા કરતાં તે અમારે બધે પ્રદેશ તથા સર્વ માલમિલક્ત સમુદ્રના મોજામાં ગરકી જાય એ બહેતર છે.” આખરે, એક પછી એક બંધે તોડવામાં આવ્યા અને અનુકૂળ પવનની મદદથી સમુદ્રનાં પાણી અંદર ધસી આવ્યાં અને તેની સાથે હેલેંડનાં વહાણે ખાધાખોરાકી તથા સહાયની બીજી સામગ્રી લઈને આવી પહોંચ્યાં. સમુદ્રરૂપી આ નવા દુશ્મનથી ડરી જઈને પેનનું લશ્કર ત્વરાથી ભાગી ગયું. આ રીતે લીડન ઊગરી ગયું અને તેના શહેરીઓના શૌર્યની યાદગીરીમાં ૧૫૭૫ની સાલમાં લીડનની વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાપીઠ ત્યારથી મશહૂર થઈ છે. શૈર્યની તેમજ ભીષણ હત્યાની આવી તે કેટલીયે વાતે છે. મનહર આન્ટવર્પ શહેરમાં ભયંકર લૂંટફાટ અને ખૂનરેજી ચલાવવામાં આવી એમાં ૮૦૦૦ માણસેના જાન ગયા. એ ઘટના “સ્પેનના કો૫” તરીકે જાણીતી છે. પરંતુ આ મહાન લડતમાં હોલેંડે આગળ પડતે ભાગ લીધે હતે. નેધરલેંડનાં દક્ષિણનાં પરગણાઓએ તેમાં ઝાઝે ભાગ લીધે નહોતે. લાંચ રુશવત અને ધાકધમકીથી નેધરલેંડ્ઝના ઘણાખરા ઉમરાવોને પિતાના પક્ષમાં લેવામાં તથા તેમની પાસે પોતાના જ દેશબંધુઓને કચરાવી નંખાવવામાં સ્પેનના શાસકો સફળ થયા હતા. દક્ષિણના પ્રદેશમાં ટેસ્ટંટ કરતાં કેથલિકાની સંખ્યા ઘણી વધારે હતી
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy