________________
૪૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન હેય તેવા ધર્મને પણ ટેકે આપવાની તેની ફરજ છે! મૅકિયાવેલી કહે છે કે, “મનુષ્યને તેમજ હેવાન તથા સિંહ અને શિયાળને ભાગ એક વખતે ભજવતાં રાજાને આવવું જોઈએ. વળી, તેનું અહિત થતું હોય તે તેણે પિતાનું વચન પાળવું જોઈએ નહિ . . . . હું તે આગળ જઈને એ પણ કહેવા માગું છું કે હમેશાં પ્રમાણિકતા રાખવી એ અત્યંત નુક્સાનકર્તા છે તથા પવિત્ર, વિધાસુ, સદાચારી અને દયાળુ હેવાને ડાળ હમેશાં રાખ્યા કરે એ ફાયદાકારક છે. સદ્ગણનો ઓળ રાખ્યા કરે એના જેવી ફાયદાકારક બીજી કોઈ ચીજ નથી.'
આ કેટલું ખરાબ છે, નહિ વાર? એનો અર્થ તે એ કે રાજા એટલે વધારે બદમાશ હોય તેટલે તે વધારે સારે ગણાય! યુરોપના તે સમયના સામાન્ય રાજાઓનું માનસ આવું હોય તે પછી ત્યાં આગળ નિરંતર લડાઈટંટ થયા કર્યા એમાં કશું નવાઈ પામવા જેવું નથી. પણ એને માટે એટલા બધા દૂર જવાની શી જરૂર છે? સામ્રાજ્યવાદી રાજ્ય આજે પણ મૈયાવેલીના પુસ્તકના આદર્શ રાજાની જેમ જ વર્તે છે. સદ્ગણના આવરણ નીચે તેમનામાં લેભ, ઘાતકીપણું અને બદમાશી જ હોય છે– સભ્યતાના સુંવાળા નેજા નીચે હિંસક પશુઓને લેહિયાળે પ જ છુપાયેલું હોય છે.