SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપમાં સક્ષેાભ GE ગુણદોષોની સંમીક્ષા કરતો થાય છે. આ વસ્તુ ઘણી વાર પ્રક્ષિત વ્યવસ્થા સામે પડકારમાં પરિણમે છે. અજ્ઞાન પરિવર્તનથી હમેશાં ડરતું રહે છે. અજ્ઞાતના અને ભારે ડર હોય છે એટલે ગમે તેવી ખરાબ હોય તોયે જૂની ગર્ડને તે ચોંટી રહે છે. પોતાના અંધાપામાં જ તે ગમે તેમ અથડાતું રહે છે. પરંતુ સારા વાચનથી અમુક અંશે જ્ઞાનપ્રાપ્તિ થાય છે તથા આંખનાં અંધારાં કઈંક દૂર થાય છે. કાગળ તેમજ મુદ્રણકળાને લીધે લેાકેાની આંખો ખૂલી તેથી કરીને આપણે જેની વાતો કરી રહ્યા છીએ તે મહાન ચળવળાને ભારે વેગ મળ્યા. પહેલવહેલાં આઈબલ છાપવામાં આવ્યું અને એથી જે અસંખ્ય લેકે કશું સમજ્યા વિના લૅટિન ભાષામાં તેનું શ્રવણ કરીને જ સ ંતોષ માનતા તેઓ હવે પોતપોતાની ભાષામાં તે પુસ્તક વાંચવા લાગ્યા. આ વાચને તેમનામાં સમીક્ષાવૃત્તિ પેદા કરી અને પાદરીએથી તેમને ક ંઈક સ્વતંત્ર બનાવ્યા. શાળાનાં પાઠ્યપુસ્તકા પણ સંખ્યાબંધ બહાર પડયાં. આ સમય પછી યુરોપની ભાષા બહુ ઝડપથી વિકસતી આપણા જોવામાં આવે છે. આજ સુધી તે એ બધી લૅટિનની છાયા નીચે દબાયેલી હતી. આ કાળમાં યુરોપમાં ઘણાયે મહાપુરુષો થઈ ગયા. એમાંના કેટલાકના પરિચય આપણે હવે પછી કરીશું. જ્યારે કાઈ દેશ કે ખડ પોતાના વિકાસને રૂંધતું કવચ તોડી બહાર નીકળે છે ત્યારે તે અનેક દિશાઓમાં ભારે પ્રગતિ સાધે છે. યુરેપમાં આપણને એ વસ્તુની પ્રતીતિ થાય છે અને ત્યાં થયેલાં આર્થિક તેમજ ખીજા મહાન પરિવનાને કારણે યુરોપને એ કાળના ઇતિહાસ અતિશય રસિક અને એધપ્રદ છે. એ સમયના હિંદુસ્તાનના અથવા તો ચીનના ઇતિહાસ સાથે એની તુલના કરી જો. હું તને આગળ ઉપર કહી ગયા છું કે એ કાળે એ બંને દેશો ઘણી બાબતોમાં યુરોપથી આગળ હતા. અને છતાં યુરેપના એ સમયના પ્રગતિશીલ ઈતિહાસની તુલનામાં એ બંને દેશોના ઈતિહાસમાં અકર્મણ્યતા માલૂમ પડે છે. હિંદુસ્તાન તથા ચીનમાં એ કાળમાં મોટા મોટા રાજા અને મહાપુરુષો થયા તથા ઉચ્ચ કાટિની સંસ્કૃતિ પણ ત્યાં પ્રવર્તતા હતી. પરંતુ ત્યાંને—ખાસ કરીને હિંદને, જનસમૂહ ચેતનહીન અને અકમણ્ય થઈ ગયેલો જણાય છે. રાજામાની ફેરબદલીને તેઓ ઝાઝા વિરોધ વિના નભાવી લે છે. તે થાકી ગયેલા જણાય છે અને સત્તાને વશ વર્તવાની વૃત્તિ તેમનામાં એવી તે ાર કરીને એડી હતી કે તેના સામનો કરવાને માટે તે બિલકુલ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy