SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા પ શિલાઓ ઉપર પોતાનો ઈતિહાસ લખી રાખવાની કુદરતને આવડત છે; અને જેની ઇચ્છા હાય તે એ ઇતિહાસ ત્યાં આગળથી વાંચી શકે છે. એ એક પ્રકારની આત્મકથા એટલે કે, પોતાની જાતનું વૃત્તાન્ત છે. હવે, આ હિમનદીઓને પોતાના અસ્તિત્વની ખાસ પ્રકારની નિશાનીઓ મૂકતા જવાની ખાસિયત છે. એક વખત એ નિશાનીએ ઓળખતાં શીખ્યા પછી તેમાં ભૂલ થવાના સંભવ ઓછો રહે છે. અને જો એ નિશાનીઓના અભ્યાસ કરવા હોય તો તારે કેવળ હિમાલય, આપ્સ અથવા ખીજા કાઈ સ્થળની હિમનદી પાસે પહોંચવું જોઈએ. આલ્પ્સ પર્વતમાં ' માઉન્ટ બ્લૅંક 'ની આસપાસની હિમનદી તે પોતે પણ જોઈ છે. પણ તે વખતે, કદાચ કાઈ એ તને તેની ખાસ નિશાનીઓ બતાવી નહિ હોય. કાશ્મીર તેમજ હિમાલયના પ્રદેશમાં પુષ્કળ મનહર હિમનદીઓ છે. આપણી સાથી પાસેની હિમનદી પિંડારી હિમનદી છે. તે અલમાડાથી એક અવાડિયાની મજલ ઉપર આવેલી છે. હું છેક નાના હતા તારા કરતાં પણ નાના — ત્યારે એક વાર ત્યાં ગયા હતા. આજે પણ તેનું દૃશ્ય મને આખેબ યાદ છે. ઇતિહાસ અને ભૂતકાળને છોડીને હું તો હિમનદીઓ અને પિંડારીની વાત પર ચડી ગયા! મન મનાવવાની રમતનું એ પરિણામ છે. બની શકે તો, જાણે તું અહીં મારી પાસે એડી હોય એ રીતે હું વાત કરવા માગુ છું. અને એમ કરતાં આપણે કાઈ કાઈ વાર હિમનદીઓ અને એવી ખીજી વસ્તુઓના પ્રવાસે અવશ્ય જઈ ચડવાનાં. — * મેં હિમયુગ ના ઉલ્લેખ કર્યાં એ કારણે આપણે હિમનદીઓની ચર્ચા ઉપર ચડી ગયાં. મધ્ય યુરોપ અને ઇંગ્લંડ સુધી હિમનદીઓ વહેતી હતી એમ આપણે એટલા ઉપરથી કહી શકીએ છીએ કે એ પ્રદેશેામાં હજીયે હિમનદીની ખાસ પ્રકારની નિશાનીઓ જોવામાં આવે છે. આ નિશાનીઓ જૂના ખડકા ઉપર મળી આવે છે. એ ઉપરથી આપણે ધારીએ છીએ કે તે સમયે ઉત્તર અને મધ્ય યુરોપમાં સત્ર અતિશય ઠંડી પડતી હોવી જોઈએ. વખત જતાં આખેાહવા ગરમ થતી ગઈ અને હિમનદીએ ક્ષીણ થતી ગઈ. ભૂસ્તરશાસ્ત્રી, એટલે કે પૃથ્વીના ઇતિહાસના અભ્યાસ કરનાર લેકે, આપણને કહે છે કે ઠંડીના મેાજા પછી ત્યાં ગરમીનું મેનું આવ્યું હતું. એ સમયે યુરોપમાં આજના કરતાં પણ વધારે ગરમી પડતી હતી. આ ગરમીને કારણે યુરોપમાં ગીચ જંગલા ઊગી નીકળ્યાં. ――――――― ―
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy