________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હકીકત બતાવે છે કે દક્ષિણ હિંદમાંથી પલ્લવેએ ત્યાં આગળ પહેલવહેલી વસાહત સ્થાપી ત્યાર પછી બારસો વરસ બાદ પણ આ ટાપુઓમાં હિંદી પરંપરા તથા સંસ્કૃતિ ચાલુ રહ્યાં હતાં. હિંદુ સાથે એ દરમ્યાન સંસર્ગ ચાલુ રહ્યો હોય તો જ આમ બની શકે. વેપાર દ્વારા આવા પ્રકારના સંસર્ગ જાળવી રાખવામાં આવ્યેા હતેા એ નિર્વિવાદ છે.
મજ્જાપહિત એ વણિક સામ્રાજ્ય હતું તેથી કરીને આયાત અને નિકાસનો એટલે કે ખીજા દેશોમાંથી દેશમાં આવતા માલના તથા દેશમાંથી ઇતર દેશે માં જતા માલના વેપાર વ્યવસ્થિત રીતે સંગઠિત કરવામાં આવ્યો હતા એ સ્વાભાવિક છે. તેને આ વેપાર હિ ંદુસ્તાન, ચીન અને પોતાના સંસ્થાના જોડે ચાલતો હતો. જ્યાં સુધી તેની અને શ્રીવિજયની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વર્તતી હતી ત્યાં સુધી તેની સાથે કે તેનાં સંસ્થાને ની સાથે શાંતિથી વેપાર ચાલતા રહે એ સંભવત નહતું.
જાવાનું રાજ્ય તો ઘણાંયે સૈકા સુધી ટકયું પરંતુ માપહિતના સામ્રાજ્યના મધ્યાહ્ન તે ૧૩૩૫થી ૧૩૮૦ની સાલ સુધી એટલે ૪૫ વરસ સુધી જ રહ્યો. આ સમય દરમ્યાન ૧૩૭૭ની સાલમાં શ્રીવિજયને છેવટને કબજો લેવામાં આવ્યા તથા તેને નાશ કરવામાં આભ્યા. અનામ, સિયામ તથા બેડિયા જોડે તેને મૈત્રી હતી.
મજ્જાપહિતનું શહેર અતિશય રમણીય અને સમૃદ્ધ હતું. તેની મધ્યમાં એક ભવ્ય શૈવ મંદિર હતું. બીજા પણ અનેક સુંદર મકાને ત્યાં હતાં. સાચે જ, મલેશિયાનાં બધાં જ હિંદી સસ્થાનાએ રમણીય ઇમારતા બાંધવાની ખાસિયત કેળવી હતી. આ ઉપરાંત જાવામાં બીજા અનેક મોટાં શહેરો અને બંદરે હતાં.
આ સામ્રાજ્યવાદી રાજ્ય તેના પુરાણા દુશ્મન શ્રીવિજય કરતાં બહુ લાંબે કાળ ન ટકયું. ત્યાં આગળ આંતરવિગ્રહ થયેા તથા ચીન સાથે પણ તકલીફ ઊભી થઈ અને તેને પરિણામે ચીનના વિશાળ નૌકાકાફલે જાવા આવ્યો. ધીમે ધીમે તેનાં બધાં સંસ્થાનો તેનાથી છૂટાં પડી ગયાં. ૧૪૨૬ની સાલમાં ત્યાં ભારે દુકાળ પડ્યો અને એ વરસ પછી મન સહિતના સામ્રાજ્યના અંત આવ્યો. જોકે બીજા પચાસ વરસ સધી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ચાલુ રહ્યું અને ત્યાર પછી મલાકાના મુસલમાની રાજ્યે તેને કબજો લીધે.
મલેશિયામાં હિંદની ત્રણ પ્રાચીન વસાહતામાંથી ઊભાં થયેલાં સામ્રાજ્યનું આ ત્રીજું સામ્રાજ્ય આ રીતે નાશ પામ્યું. આ ચુકા