________________
વિજયનગર
૪૪૩ હેવાને લીધે તેણે ઉત્તરના મુસલમાની રાજ્યમાંથી આશ્રય શોધવાને નાસી છૂટેલા ઘણું લેકને દક્ષિણ તરફ આકર્ષા. તેણે બહુ ઝપાટાબંધ પ્રગતિ કરી. ડાં જ વરસમાં એ રાજ્યે આખા દક્ષિણ હિંદ ઉપર પ્રભુત્વ જમાવ્યું અને તેની રાજધાનીએ તેની સંપત્તિ તથા સાંદર્યથી લેકેનું લક્ષ પિતા તરફ ખેંચ્યું. વિજયનગર દક્ષિણમાં સૌથી વધારે પ્રભાવશાળી રાજ્ય બન્યું.
ફરીશ્તા વિજયનગરના રાજ્યની અખૂટ શેલતનું તથા ૧૪૦૬ની સાલમાં ગુલબર્ગને એક બ્રાહ્મણી મુરાલમાન રાજા ત્યાંની રાજકુંવરી જોડે લગ્ન કરવાને ત્યાં ગયા હતા તે સમયના તેના પાટનગરનું ખાન આપણી આગળ રજૂ કરે છે. તે કહે છે કે, એ સમયે વિજયનગરના છ માઈલ સુધીના રસ્તા પર કિનખાબ અને મખમલ તથા બીજા એવાં કીમતી વસ્ત્રો પાથરવામાં આવ્યાં હતાં. સંપત્તિને આ કેવો ભયંકર અને અઘટિત દુરુપયોગ !
ઈટાલીને પ્રવાસી નિકલે કતી ૧૨૪ની સાલમાં ત્યાં આવ્યું હતે. તે જણાવે છે કે એ શહેરને ઘેરાવ ૬૦ માઈલને હતે. તેને વિસ્તાર આટલે બધે વિશાળ હતો એનું કારણ એ છે કે, એ શહેરમાં અનેક બાગબગીચાઓ હતા. કન્તીને એ અભિપ્રાય હતો કે વિજયનગરના રાજા અથવા રાય (તેને રાય તરીકે ઓળખવામાં આવતા હતે.) તે સમયના હિંદના રાજાઓમાં સૌથી વધારે બળવાન હતે. - એના પછી મધ્ય એશિયામાંથી અબ્દુર રઝાક આવે છે. - વિજયનગર જતાં માર્ગમાં મેંગલર પાસે ગાળેલા શુદ્ધ પિત્તળનું બનાવેલું એક અદ્ભુત મંદિર તેના જોવામાં આવ્યું. તેની ઊંચાઈ ૧૫ ફૂટ હતી અને તેની લંબાઈ તથા પહોળાઈ ૩૦ ફૂટ હતી. આગળ ઉપર બેલૂરમાં એક બીજું મંદિર જોઈને તે તે આભો જ બની ગયે. સાચે જ, તે એનું વર્ણન આપવાનો પ્રયાસ કરતા જ નથી, કેમકે એમ કરવા જતાં તેના ઉપર “અતિશયોક્તિનો આરોપ મુકાય” એ તેને ડર હતો ! છેવટે તે વિજયનગર પહોંચે છે. એ શહેરને જોઈને તે તે હર્ષઘેલા થઈ જાય છે. તે જણાવે છે કે, એ શહેર એવું છે કે દુનિયાભરમાં એના સમાન બીજું કોઈ સ્થળ હેવાનું કાને સાંભળ્યું નથી અને એવું આંખે જોયું નથી. તેનાં અનેક બજારેનું પણ તે વર્ણન કરે છે: “પ્રત્યેક બજારને નાકે એક મોટી મેડી અને ભવ્ય ઝરૂખો હેય છે. પરંતુ રાજાને મહેલ એ સૈના કરતાં ઊંચો અને ભવ્ય હતે.”