________________
દક્ષિણ હિંદનાં રાજ્ય
૧૪ જુલાઈ, ૧૯૩૨ હિંદુસ્તાન તરફ આપણે ફરી એક વાર નજર કરીએ અને એક પછી એક પલટાતાં જતાં રાજ્ય અને સામ્રાજ્યનું સળંગ દશ્ય નિહાળીએ. એ આખું દશ્ય સિનેમાની લાંબી ફિલમનાં એક પછી એક આવતાં મૂક ચિત્રની પરંપરા સમાન છે.
ગાંડે સુલતાન મહંમદ તઘલખ તથા તેણે દિલ્હીનું સામ્રાજ્ય કેવી રીતે છિન્નભિન્ન કરી નાખ્યું એ તને યાદ હશે. તેના સામ્રાજ્યમાંથી દક્ષિણના મોટા મોટા પ્રાત છુટા પડી ગયા અને ત્યાં આગળ નવાં રાજ્ય ઊભાં થયાં. વિજયનગરનું હિંદુ રાજ્ય અને ગુલબર્ગનું મુસલમાની રાજ્ય એમાં મુખ્ય હતાં. પૂર્વમાં ગૌડ પ્રાન્ત, જેમાં બંગાળ અને બિહારનો સમાવેશ થતો હતો, તે એક મુસલમાન રાજકર્તાના અમલ નીચે સ્વતંત્ર થઈ ગયા.
મહંમદ તઘલખ પછી તેને ભત્રીજો ફિરોજશાહ ગાદીએ આવ્યું. તે તેના કાકા કરતાં વધારે સમજુ અને સહદય હતો. પરંતુ તે પણ અસહિષ્ણુ તે હવે જ. ફિરોજશાહ કુશળ રાજ્યકર્તા હતા અને તેણે પિતાના રાજ્યવહીવટમાં ઘણું સુધારા દાખલ કર્યા. દક્ષિણ અને પૂર્વ તરફના પ્રાંત તે તે પાછા મેળવી ન શક્યો પરંતુ સામ્રાજ્યના પતનની ક્રિયાને તેણે ખાળી રાખી. વળી, ખાસ કરીને શહેર, મસી, મહેલે વગેરે બાંધવાને તથા બાગબગીચા બનાવવાનો તેને ભારે શેખ હતે. દિલ્હી પાસે ફિરોઝાબાદ તથા અલ્લાહાબાદ નજીક આવેલું જેનપુર એ બંને શહેરે તેણે વસાવ્યાં હતાં. વળી તેણે જમના નદી ઉપર એક મેટી નહેર પણ બાંધી અને જીર્ણ થઈને તૂટી પડતાં કેટલાંયે મકાનને દુરસ્ત કરાવ્યાં. તે પોતાના આ કાર્ય માટે અતિશય મગરૂર હતું અને પિતે નવાં બંધાવેલાં તથા જૂનાં દુરસ્ત કરાવેલાં મકાનોની લાંબી યાદી તે પિતાની પાછળ મૂકતે ગયો છે. - ફિરોજશાહની માતા રજપૂત સ્ત્રી હતી. તે એક મોટા રજપૂત - સરકારની પુત્રી હતી અને તેનું નામ બીબી નૈલા હતું. એમ કહેવાય