________________
४३२
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પછી તેમના દેહ ઉપર એક ચાદર ઓઢાડવામાં આવી હતી. તેમના હિંદુ શિષ્યો તેમના મૃતદેહને અગ્નિ-સંસ્કાર કરવા લઈ જવા માગતા હતા અને તેમના મુસલમાન શિષ્યો તેને દફ્નાવવા ચહાતા હતા. આથી તેમની- વચ્ચે વાદવિવાદ ચાલ્યા અને તે પરસ્પર લડી પડયા. પરંતુ ચાદર ઉઠાવી લેતાં તેમને જણાયું કે જે મૃતદેહનો કબજો મેળવવા માટે તેઓ લડતા હતા તે તે અલોપ થઈ ગયે હતા અને તેને ઠેકાણે ચેડાં તાજા ફૂલા રહ્યાં હતાં. આ વાત તદ્દન કાલ્પનિક હેાવા સંભવ છે; પરંતુ એ મજાની વાત છે.
કશ્મીર પછી ઘેાડા સમય બાદ ઉત્તરમાં બીજા એક મહાન સુધારક અને ધામિઁક નેતા પેદા થયા. તે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક હતા. એમના પછી દશ શીખ ગુરુએ થયા; તેમાં ગુરુ ગેવિંદસિંહ
છેલ્લા હતા.
હિંદના ધાર્મિક તથા સાંસ્કૃતિક ઇતિહાસમાં મશર થયેલા એક બીજા પુરુષના નામને પણ હું અહીં ઉલ્લેખ કરવા માગું છું. એમનું નામ ચૈતન્ય હતું. સોળમી સદીના આર્ભકાળના તે બંગાળના નામીચા પંડિત હતા. તેમને એકાએક લાગી આવ્યું કે પોતાની વિદ્વત્તાને ઝાઝો અર્થ નથી. આથી તેમણે તેને ત્યાગ કર્યાં અને તે ભક્તિને પંથે વળ્યા. તે મહાન ભક્ત અન્યા. પોતાના શિષ્યા સાથે ભજન ગાતા ગાતા તે આખા બંગાળમાં ફરતા હતા. તેમણે એક વૈષ્ણવ સંપ્રદાય પણ પ્રવર્તાવ્યો અને બંગાળમાં આજે પણ તેમની ભારે અસર છે.
આટલું ધાર્મિક સુધારણા અને સમન્વય વિષે. જીવનનાં ખીજા ક્ષેત્રેમાં પણ સમન્વયની આ પ્રક્રિયા ચાલુ જ હતી. એ પ્રક્રિયા કેટલીક વાર જાણપણે પણ ઘણુંખરું અજાણપણે ચાલી રહી હતી. નવીન સંસ્કૃતિ, નવીન સ્થાપત્ય અને નવી ભાષા ઘડાઈ રહ્યાં હતાં. પરંતુ એટલું યાદ રાખજે કે આ બધું ગામડાં કરતાં ઘણા વધારે પ્રમ!ણમાં શહેરમાં અને ખાસ કરીને સામ્રાજ્યના પાટનગર દિલ્હી તથા બીજા રાજ્યો તથા પ્રાંતાની રાજધાનીનાં મોટાં મોટાં શહેરોમાં બની રહ્યું હતું. હવે રાન્ન પહેલાં કદીયે હતેા તેના કરતાં વધારે આપખુદ બન્યા હતા. પહેલાંના હિંદુ રાજાઓની આપખુદીને અંકુશમાં રાખવા માટે રૂઢિ તથા પરંપરાનાં બંધના હતાં. નવા મુસલમાન શાસકે માટે તે આવાં અંધને પણ નહાતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ ઇસ્લામમાં સમાનતાની ભાવના ઘણી છે, આપણે એ પણ જોઈ ગયાં કે એક ગુલામ પણ સુલતાન થઈ શકતા