SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ સામ્રાજ્યનું ભાંગી પડવું કહેવામાં આવતા હતા તે સુલતાન સુલેમાન ૧૬મી સદીના વચગાળામાં આ મહાન તુર્ક સામ્રાજ્ય ઉપર શાસન કરતા હતા. સમુદ્ર ઉપર પણ તેનું નૌકાસૈન્ય સર્વોપરી હતું.. પરંતુ આવો ફેરફાર શાથી થઈ ગયે? મંગોલના ભયમાંથી યુરોપ કેવી રીતે મુક્ત થયું ? તુના ભયમાંથી તે કેવી રીતે ઊગરી શક્યું. તે એમાંથી ઊગર્યું એટલું જ નહિ પણ કેવી રીતે આક્રમણકારી બન્યું અને બીજાઓને ભયરૂપ થઈ પડ્યું? મંગલેએ યુરોપને લાંબો કાળ ભયગ્રસ્ત ન રાખ્યું. નવા ખાનની ચૂંટણી કરવા માટે તેઓ આપમેળે જ ત્યાંથી ચાલ્યા ગયા અને પછી પાછા ન ફર્યા. મંગેલિયાના તેમના વતનથી પશ્ચિમ યુરેપ બહુ દૂર પડયું હતું. બનવાજોગ છે કે એ પ્રદેશે તેમને આકર્ષ્યા ન હોય; કેમકે તે - ગીચ જંગલવાળો મુલક હતા અને તેઓ તે મંગેલિયાનાં ખુલ્લાં મેદાનોથી ટેવાયેલા હતા. એ ગમે તેમ છે, પણ પશ્ચિમ યુરોપ અંગેના ભયમાંથી ઊગરી ગયું – તેના શર્યને લીધે નહિ પણ મંગલ લેકોની બેપરવાઈ અને તેમનું લક્ષ બીજી બાબતોમાં પરોવાયું હતું તેને લીધે. પૂર્વ યુરોપમાં તે તેઓ વધારે સમય એટલે કે, ધીમે ધીમે મંગલ સત્તા પડી ભાંગી ત્યાં સુધી રહ્યા. હું તને આગળ ઉપર કહી ગયું છું કે, ૧૪૫ની સાલમાં તુર્કોએ કોસ્ટાન્ટિનોપલને કબજે લીધે એ ઘટનાથી યુરેપના ઈતિહાસમાં નવો યુગ શરૂ થાય છે. સગવડ ખાતર એમ કહી શકાય કે, મધ્યયુગનો અંત અને નવા જન્મેલા ચેતનના –જે ભિન્ન ભિન્ન અનેક રીતે વ્યક્ત થાય છે – એટલે કે પુનર્જાગ્રતિ (રેનેસાંસ) અથવા નવજીવનના યુગને આરંભ સૂચવે છે. આમ, જે સમયે યુરેપ ઉપર તુને ભય ઝઝૂમી રહ્યો હતા અને તેમને સફળતા મળવાનો પૂરેપૂરો સંભવ હતો તે જ સમયે યુરેપ પગભર થયું અને બળવાન બન્યું એ ખરેખર નવાઈ પમાડે એવી ઘટના છે. થોડા સમયે તે તુર્કે પશ્ચિમ યુરોપમાં આગળ વધતા ગયા; અને જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે યુરોપી શેધકે નવા નવા દેશે, સમુદ્રો અને જળમાર્ગો શોધી રહ્યા હતા તથા પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા હતા. “ગૌરવશાળી” સુલેમાનના અમલ દરમ્યાન – ૧૫રથી ૧૫૬૬ની સાલ સુધી તેણે રાજ્ય કર્યું હતું–તુર્ય સામ્રાજ્ય વિયેનાથી બગદાદ અને કેરો સુધી વિસ્તર્યું હતું. પરંતુ તુર્કે એથી આગળ વધ્યા નહિ. ગ્રીક લેકેના સમયના કોન્સ્ટાન્ટિનોપલની અધોગતિકારક પુરાણ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy