SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ દરિયાઈ માર્ગોની શોધ ૧૫ લાભ લઈ કપ ઑફ ગુડ હોપ થઈને હિંદુસ્તાનમાં આવ્યું. ૧૪૯૮ની સાલમાં વાસ્કો ડી ગામા મલબાર કિનારાના કાલીકટ બંદરે પહોંચ્યા. આમ હિંદુસ્તાન પહોંચવાની હરીફાઈમાં ફિરંગીઓ જીતી ગયા. પરંતુ એ દરમ્યાન દુનિયાની બીજી બાજુએ ભારે બનાવ બની રહ્યા હતા અને એથી કરીને સ્પેનને ફાયદો થવાને હતે. ૧૪૯ની સાલમાં ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચ્યું હતું. લિંબસ છને આ શહેરને એક ગરીબ આદમી હતું અને પૃથ્વી ગોળ છે એવું માનતે હોઈ પશ્ચિમ તરફ વહાણ હંકારતાં હંકારતાં તે જાપાન અને હિંદ પહોંચવા માગતું હતું. પરંતુ તેની એ સફર જેટલી લાંબી નીવડી તેટલી લાંબી નીવડશે એવી તેને કલ્પના નહોતી. તેની આ શોધખોળ માટેની સફરમાં સહાય કરવાનું એકાદ રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે તે અનેક રાજદરબારમાં રખડ્યો. આખરે સ્પેનનાં રાજારાણું ફર્ડિનાન્ડ તથા ઇઝાબેલાએ તેને મદદ આપવાનું કબૂલ કર્યું અને કેલંબસ ત્રણ નાનાં વહાણે તથા ૮૮ માણસે લઈને પિતાની સફરે નીકળી પડ્યો. અજ્ઞાત તરફની આ વીરતાભરી સાહસિક સફર હતી; કેમકે આગળ ઉપર શું છે એની કોઈને કશી જ માહિતી નહતી. પણ કોલંબસના હૃદયમાં શ્રદ્ધા હતી અને તેની એ શ્રદ્ધા વાલ્મી ઠરી. અગણેતેર દિવસ સુધી સમુદ્રમાં સફર કર્યા પછી તેમને જમીન પત્તો લાગે. કોલંબસે માન્યું કે તેને જડેલી ભૂમિ હિંદુસ્તાન છે. પરંતુ ખરી રીતે તો તે વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાને એક ટાપુ હતું. કોલંબસ ઠેઠ અમેરિકા ખંડ સુધી પણ નહેતે પહોંચ્યા અને તે તે જીવ્યા ત્યાં સુધી એમ જ માનતા હતા કે પિતે એશિયા પહોંચ્યું હતું. તેની આ વિચિત્ર પ્રકારની ભૂલ આજ સુધી ચાલુ રહી છે. આજે પણ એ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ એટલે કે હિંદની પશ્ચિમ તરફના ટાપુઓ કહેવાય છે અને અમેરિકાના મૂળ વતનીઓને આજે પણ ઈન્ડિયન્સ અથવા હિંદવાસીઓ અથવા રેડ ઈન્ડિયન્સ એટલે રાતા હિંદીઓ કહેવામાં આવે છે. કોલંબસ યુરોપ પાછો ફર્યો અને વધારે વહાણ લઈને બીજે વરસે ફરીથી પાછો સફરે નીકળ્યો. હિંદ જવાના નવા માર્ગની આ શોધે– તે વખતે તે કલંબસે હિંદને જળમાર્ગ શો એમ જ મનાતું હતું– યુરોપમાં ભારે ખળભળાટ મચાવી મૂક્યો. આ પછી જ વાસ્કો-દ-ગામાએ પૂર્વ તરફની પિતાની સફર આદરી અને તે કાલીકટ બંદરે પહોંચ્યો. પૂર્વ તથા પશ્ચિમમાં નવા નવા મુલકની શોધની
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy