SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યયુગના અંત ૪૦૯ તુર્કીના હાથમાં ગયું. હવે આપણે ઉસ્માની તુર્કાની જ વાત કરીશું કેમકે સેજીક તુર્કા હવે ઇતિહાસના ચિત્રપટ ઉપરથી વિદાય લે છે. ઘણા વખતથી કૉન્સ્ટન્ટનોપલના પતનની ઘડીઓ ગણાતી હતી છતાંએ એ બનાવ બન્યો ત્યારે તેનાથી આખું યુરોપ હાલી ઊચુ. એનું પતન એટલે કે એક હજાર વરસ પુરાણા પૂર્વના ગ્રીક સામ્રાજ્યને અંતિમ નાશ. વળી એના અર્થ એ પણ ખરો કે યુરોપ ઉપર મુસલમાનોની બીજી ચડાઈ તુ લકા તો આગળ ને આગળ ફેલાતા જ ગયા અને કદી કદી તે એવું લાગતું હતું કે તેઓ આખા યુરોપને જીતી લેશે. પર ંતુ વિયેનાના દ્વાર આગળ તેમને ખાળવામાં આવ્યા. છઠ્ઠી સદીમાં સમ્રાટ જસ્ટીનિયને બાંધેલા સત સાયિાના મહાન દેવળની મસીદ બનાવી તેનું નામ આયા સુક્રિયા પાડવામાં આવ્યું. વળી તેના ખજાનાને પણ લૂંટી લેવામાં આવ્યો. આથી યુરોપમાં ભારે ખળભળાટ મચ્યો પરંતુ એ બાબતમાં તેનાથી કંઈ પણ થઈ શકયું નહિ. પરંતુ તુ સુલતાનો આર્થાૉકસ ગ્રીક ચર્ચ તરફ ખૂબ ઉદાર હતા અને હકીકત તો એમ છે કે, કૅન્સ્ટાન્ટિનોપલને લીધા પછી સુલતાન મહ ંમદ ખીજાએ રીતસર જાહેર કર્યું કે, પોતે ગ્રીક ચĆના રક્ષક છે. ગૌરવશાળી સુલેમાનના નામથી એળખાતા એ પછીના સુલતાન તો પોતાને પૂર્વના સમ્રાટોના પ્રતિનિધિ માનતા અને તેણે સીઝરને ઇલકાબ પણ ધારણ કર્યાં હતા. પ્રાચીન પ્રણાલિકાઓની આવી શક્તિ હોય છે. જો કૉન્સ્ટાન્ટિનોપલના ગ્રીક લોકોને ઉસ્માની તુર્કા બહુ અળખામણા લાગ્યા હોય એમ જણાતું નથી. તેમણે જોયું કે એ પ્રાચીન સામ્રાજ્ય તે ભાંગતું જતું હતું. પોપ કે પશ્ચિમ યુરોપના ખ્રિસ્તીઓ કરતાં તે તુ લાકાને પસ ંદ કરતા. લૅટિન ક્રૂઝેડરના તેમને અનુભવ કડવા હતા. એમ કહેવાય છે કે ૧૪૫૩ની સાલમાં કૉન્સ્ટાન્ટિનોપલના છેલ્લા ઘેરા વખતે ત્યાંના એક ઉમરાવે કહ્યુ હતું કે, · પોપના મુકુટ કરતાં પયગ ંબરની પાઘડી વધારે સારી ’. તુ લાકાએ વિશિષ્ટ પ્રકારનું સૈન્ય ઊભું કર્યું. તે જાનિસાર નામથી ઓળખાતું. તે પોતાની ખ્રિસ્તી રૈયત પાસેથી એક પ્રકારના વેરા તરીકે નાનાં નાનાં બાળકે લેતા અને તેમને ખાસ તાલીમ આપતા. કુમળી વયના છોકરાઓને પોતાનાં માબાપથી અળગા કરવા એ અતિશય ધાતકી હતું એમાં શંકા નથી, પરંતુ એ છોકરાને એથી અખૂટ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy