SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ' ગ્રીસના હેલન લોકે બને મહાકાવ્ય વિષે તું શેડું ઘણું જાણે છે. કેટલીક રીતે રામાયણું અને મહાભારતનાં આપણાં મહાકાવ્યને એ મળતાં આવે છે. હેમર નામના અંધ કવિએ તે લખેલાં મનાય છે. ખૂબસૂરત હેલનનું પેરીસ પિતાની નગરી ટ્રોયમાં કેવી રીતે હરણ કરી ગયો તથા તેને પાછી મેળવવા ગ્રીસના રાજાઓ અને સરદારેએ ટાયને કેવી રીતે ઘેરે ઘાલ્યો તેની વાત ઇલિયડમાં આવે છે. ડેસીમાં ટ્રોયને ઘેરામાંથી પાછા ફરતાં ઓડિસિયસ અથવા યુલિસિસનાં ભ્રમણાની વાત આવે છે. યનું નગર એશિયામાઈનોરમાં દરિયાકિનારા નજીક હતું. આજે તેનું નામનિશાન પણ નથી અને કેટલાયે જમાનાઓથી તે નાશ પામ્યું છે; પરંતુ એક કવિની પ્રતિભાએ તેને અમર કરી દીધું છે. હેલન અથવા ગ્રીક લેકો ઝડપથી પિતાનું ટૂંકું પણ તેજસ્વી વન પ્રાપ્ત કરી રહ્યા હતા તે જ અરસામાં, પાછળથી ગ્રીસને જીતનાર અને તેની જગ્યા લેનાર બીજી સત્તાને ધીરે ધીરે ઉદય થઈ રહ્યો હતો એ નિહાળવું અતિશય કૌતુકભરેલું છે. લગભગ એ જ અરસામાં રેમની સ્થાપના થઈ હતી એમ મનાય છે. હજી સદીઓ સુધી તે દુનિયાની રંગભૂમિ ઉપર કશે મહત્ત્વનો ભાગ ભજવવાનું નહોતું. પરંતુ જે કેટલીયે સદીઓ સુધી સમસ્ત યુરોપ ઉપર પ્રભુત્વ ભોગવવાનું હતું અને જેને “જગતની સ્વામિની” અને “અમર નગરીનું બિરૂદ મળવાનું હતું તે મહાન નગરની સ્થાપનાને ઉલ્લેખ કરવો ઘટે છે. રોમની સ્થાપના વિષે તથા જેમને એક માદા વરએ ઉપાડી જઈને ઉછેર્યા હતા તે રોમના સ્થાપક રેમસ અને રેમ્યુલસ વિષે ચિત્રવિચિત્ર વાતે પ્રચલિત છે. કદાચ તું એ વાત જાણતી હશે. - રમ સ્થપાયું તે અરસામાં અથવા કંઈક તે પહેલાં પુરાણી દુનિયાનું બીજું એક નગર સ્થપાયું. એનું નામ કાર્બેજ. આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ફિનિશિયન લોકોએ તે સ્થાપ્યું હતું. તે બળવાન દરિયાઈ સત્તા બન્યું અને તેની તથા રેમ વચ્ચે તીવ્ર હરીફાઈ જાગી અને ઘણી લડાઈઓ થઈ. છેવટે રેમ જીત્યું અને તેણે કાર્યેજને સમૂળગે નાશ કર્યો. આજને પત્ર પૂરે કરતા પહેલાં આપણે પેલેસ્ટાઈન તરફ જરા નજર કરી જઈએ. અલબત્ત, પેલેસ્ટાઈન યુરોપમાં નથી આવ્યું, તેમજ તેનું ઐતિહાસિક મહત્વ પણ બહુ નથી. પરંતુ ઘણું લેકને તેના પ્રાચીન ઈતિહાસમાં રસ છે, કારણકે તે ઈતિહાસ બાઈબલના
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy