________________
૭૧
અધિકારવાદ સામેની લડત -
૩૦ જાન. ૧૯૩૨ યુરોપના ધાર્મિક ઝઘડાઓનું મારું બાન તને નીરસ લાગશે એ મને ડર રહે છે. પરંતુ એ ઝઘડાઓનું પણ મહત્ત્વ છે કેમકે આધુનિક યુરોપને વિકાસ કેવી રીતે થયું તે આપણને એથી સમજાય છે. યુરેપના વિકાસને સમજવામાં તે આપણને સહાય કરે છે. ૧૪મી સદી અને તે પછીના કાળમાં યુરોપમાં આપણું જોવામાં આવતી ધાર્મિક સ્વાતંત્ર્ય માટે વિકસતી જતી લડત તથા એ પછી આવનારી રાજકીય સ્વતંત્રતા માટેની લડત એ બંને ખરી રીતે એક જ લડતની બે બાજુઓ છે. આ સત્તા અને અધિકારવાદ અથવા તે આપખુદી સામેની લડત હતી. પવિત્ર રેમન સામ્રાજ્ય તથા પિશાહી (પિપસી) એ બંને નિરંકુશ સત્તાનાં પ્રતિનિધિ હતાં અને તેઓ મનુષ્યની સ્વતંત્રતાની ભાવનાને હણવા મથતાં હતાં. સમ્રાટ દેવી અધિકારની રૂએ શાસન કરતું હતું અને પિપને પિતાની સત્તા માટે દેવી અધિકાર તે વળી એથીયે વિશેષ હતે. આની સામે શંકા ઉઠાવવાને કે એ સત્તાઓ તરફથી આવતા હુકમનો અનાદર કરવાનો કોઈને પણ હક નહોતે. આજ્ઞાંકિતપણું એ ભારે સટ્ટણ લેખાતે. પિતાના નિર્ણય અનુસાર વર્તવું એ પણ પાપ ગણાતું. આ રીતે અંધ તાબેદારી અને સ્વતંત્રતા એ બે વચ્ચેનો મુદ્દો બિલકુલ સ્પષ્ટ હતો. પ્રથમ અંતઃકરણની સ્વતંત્રતા માટે અને પછીથી રાજકીય સ્વતંત્રતા માટે યુરોપમાં કેટલીયે સદીઓ સુધી ભારે લડત ચાલી. અનેક ચડતી પડતી અને ભારે યાતનાઓ વેડ્યા પછી એમાં થોડી સફળતા લાધી. પરંતુ સ્વતંત્રતાનું ધ્યેય હાંસલ કરવા માટે લેકે પિતાની જાતને ધન્યવાદ આપતા હતા. તે ઘડીએ જ તેમને માલૂમ પડ્યું કે એ બાબતમાં તેમની ભૂલ થતી હતી. આર્થિક સ્વાતંત્ર્ય વિના અને ગરીબાઈ હોય ત્યાં સુધી સાચી સ્વતંત્રતા સંભવે જ નહિ. ભૂખે મરતા માણસને સ્વતંત્ર કહે છે તે તેની ઠેકડી કરવા બરાબર છે. એટલે આર્થિક સ્વતંત્રતા માટેની લડત