SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ રામન ચચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૩૭ તેમની માન્યતાને ઇન્કાર કરાવવાને ખાતર બાળવા પહેલાં તેમને રિબાવવામાં આવતા તે તે વળી બાળી મૂકવા કરતાં પણ વધારે કારમું હતું. ડાકણ હવાને આરોપ મૂકીને પણ કેટલીયે દુર્ભાગી સ્ત્રીઓને બાળી, મૂકવામાં આવી હતી. પરંતુ ઘણી વાર તે આવેશમાં આવી જઈને લેકનાં ટોળાઓ – ખાસ કરીને ઈંગ્લંડ તથા સ્કેટલૅન્ડમાં – ઈન્કિવઝીશનની આજ્ઞા વિના જ આવા અત્યાચાર કરતાં. - પિપે “ધર્મ આજ્ઞા” (એકિટ ઑફ ફેઈથ) બહાર પાડી અને પ્રત્યેક જણને બાતમીદાર થવાનું ફરમાવ્યું! રસાયણશાસ્ત્રને તેણે વડી કાઢયું અને તેને મેલી શેતાની વિદ્યા તરીકે વર્ણવ્યું. અને આ બધી હિંસા તથા ત્રાસ સંપૂર્ણ પ્રામાણિકતાથી વર્તાવવામાં આવતું હતું. તેઓ એમ માનતા કે આ રીતે વધસ્તંભ આગળ માણસને બાળી મૂકીને તેઓ તેના તથા બીજા માણસેના આત્માને ઉદ્ધાર કરતા હતા. ધર્મના માણસેએ ઘણી વાર પિતાના વિચારે બીજાઓ ઉપર લાદ્યા છે તથા તે તેમની પાસે બળજબરીથી મનાવ્યા છે અને આ રીતે પોતે જનતાની સેવા કરે છે એમ તેઓ માનતા આવ્યા છે. ઈશ્વરને નામે તેમણે લેકોનાં ખૂન કર્યા છે તથા તેમની કતલ કરાવી છે અને “અમર આત્મા’ને ઉદ્ધાર કરવાની વાત કરતાં કરતાં નશ્વર દેહને ભસ્મીભૂત કરી નાખતાં તેઓ અચકાયા નથી. આમ ધર્મની કારકિર્દી બહુ જ ભૂડી છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ઠંડા કલેજાની ક્રરતામાં ઈન્કિવઝીશનને આંટે એવું બીજું કશું નથી. અને આશ્ચર્યની વાત તો એ છે કે એને માટે જેઓ જવાબદાર હતા તેમાંના ઘણાખરાઓએ અંગત લાભને ખાતર નહિ પણ પિતે સત્કૃત્ય કરી રહ્યા છે એવા દઢ વિશ્વાસથી એ કર્યું હતું. જ્યારે પિપ યુરોપ ઉપર આ ત્રાસને અમલ વર્તાવી રહ્યા હતા ત્યારે રાજાઓ તથા સમ્રાટ ઉપર પણ તેમણે જમાવેલું આધિપત્ય તેઓ ગુમાવી રહ્યા હતા. સમ્રાટને ધર્મબહાર મૂકવાના તથા તેને હરાવીને શરણે આણવાના દિવસે હવે વીતી ગયા હતા. જ્યારે પવિત્ર રોમન સામ્રાજ્યની બૂરી દશા થઈ અને જ્યારે કોઈ જ સમ્રાટ નહોત અથવા તે સમ્રાટ રોમથી બહુ દૂર રહે ત્યારે ફ્રાંસનો રાજા પિપના કાર્યોમાં વચ્ચે પડવા લાગે. ૧૩૦૩ની સાલમાં પિપના કઈક કાર્યથી ફાંસો રાજા નારાજ થયા. તેણે પિપ પાસે પિતાને માણસ મોકલ્ય. તે માણસ બળજબરીથી પિપના મહેલમાં દાખલ થયા અને તેના સૂવાના એરડામાં જઈને પિપનું તેણે અપમાન કર્યું. કોઈ પણ દેશમાં આ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy