SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રવાસી માર્કો પોલો ૨૭ જૂન, ૧૯૩૨ મેં તને કારાકોરમના મહાન ખાનના દરબારની તેમ જ મંગલેની ખ્યાતિ સાંભળી તથા તેમના વિજયેના ઝળહળાટથી આકર્ષાઈને આવતા ટોળાબંધ વેપારીઓ, કારીગરે, વિદ્વાનો તથા ધર્મપ્રચારકોની વાત કરી છે. વળી મંગલ લેકે આવા આગંતુકોને ઉત્તેજન આપતા હતા એ પણ તેમના આગમનનું એક કારણ હતું. આ મંગેલ લેકે અજબ પ્રકારના લેકે હતા. કેટલીક બાબતોમાં તેઓ અત્યંત કુશળ હતા અને બીજી કેટલીક બાબતોમાં તેઓ સાવ બાળક જેવા હતા. તેમની ફરતા અને ઘાતકીપણું આપણને કમકમાટી છૂટે એવાં હતાં એ ખરું, પરંતુ તેમાંયે તેમના બાળસ્વભાવને કંઈક અંશ હતા. તેમની આ બાળક જેવી પ્રકૃતિને કારણે જ, મને લાગે છે કે, આ ઝનૂની લડાયક પ્રજા આકર્ષક લાગે છે. કેટલીક સદીઓ પછી એક મંગલે અથવા મેગલે – હિંદુસ્તાનમાં તેમને મેગલ કહેવામાં આવતા – આ દેશ જીતી લીધે. એનું નામ બાબર હતું અને તેની મા ચંગીઝ ખાનના વંશની હતી. હિંદ જીત્યા પછી તેને કાબુલ તથા ઉત્તરની શીતળ વાયુલહરીઓ, ફૂલે, બગીચાઓ અને તરબૂચે બહુ સાંભરતાં. તે બહુ મજાન માણસ હતો અને તેણે લખેલાં પિતાનાં સંસ્મરણે ઉપરથી તે તે માણસાઈથી ભરેલું અને આકર્ષક વ્યક્તિત્વવાળે પુરુષ હેય એમ જણાય છે. આમ મંગલ કે બહારના પ્રવાસીઓને પિતાના દરબારમાં આવવાનું ઉત્તેજન આપતા. તેમને જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા હતી અને તેમની પાસેથી કંઈક શીખી લેવાની તેઓ અપેક્ષા રાખતા હતા. મેં તને કહેલું યાદ હશે કે, દુનિયામાં લેખન જેવી કંઈક વસ્તુ છે એની ચંગીઝ ખાનને ખબર પડતાંવેંત તે તેનું મહત્ત્વ સમજી ગ અને પિતાના અધિકારીઓને તે શીખી લેવાની તેણે આજ્ઞા કરી હતી. મંગલ લેકમાં ગ્રહણશક્તિ હતી અને તેઓ બીજાઓ પાસેથી
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy