________________
ગ્રીસના હેલન લોકો
૧૦ જાન્યુઆરી, ૧૯૩૧ તમારામાંથી કોઈ પણ આજે મારી મુલાકાતે ન આવ્યું. પરિણામે મુલાકાતને દિવસ” સૂને ગયે. એ એક મોટી નિરાશા મળી. પરંતુ મુલાકાત મેકૂફ રાખવાને આપવામાં આવેલા કારણથી તે હું ચિંતાતુર થયો. મને કહેવામાં આવ્યું કે તમે મુલાકાતે ન આવ્યાં તેનું કારણ એ છે કે, દાદુની તબિયત ઠીક નથી. એથી વિશેષ મને કંઈ ખબર ન પડી. ખેર, મુલાકાત આજે થવાની નથી એની મને ખબર પડી એટલે હું કાંતવા બેઠે. મને અનુભવ થયો છે કે, કાંતવું તથા પાટી વણવી એ આનંદજનક અને શાંતિદાયક કાર્યો છે. એટલે હું તે કહું છું કે કંઈ વિમાસણમાં પડે ત્યારે બસ કાંતે !
મારા આગલા પત્રમાં આપણે યુરોપ અને એશિયાની તુલના કરી હતી. હવે આપણે પ્રાચીન યુરેપ તરફ જરા નજર કરીએ. ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશના પ્રદેશને જ લાંબા સમય સુધી યુરેપ માનવામાં આવતું હતું. તે સમયના યુરેપના ઉત્તરના દેશે વિષે આપણી પાસે કશીયે માહિતી નથી. ભૂમધ્ય સમુદ્રની આસપાસ વસતા લેકે એમ માનતા કે જર્મની, ફ્રાંસ અને ઈંગ્લંડમાં જંગલી અને અસભ્ય જાતિઓ વસે છે. એમ જ માની લેવામાં આવે છે કે તે સમયે સંસ્કૃતિ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગના પ્રદેશમાં જ મર્યાદિત હતી. એ તે તને ખબર છે કે, મિસર (અલબત્ત એ આફ્રિકામાં છે, નહિ કે યુરેપમાં) અને નોસાસ એ બે દેશે પહેલવહેલા આગળ વધ્યા. ધીરે ધીરે આર્ય લોકો એશિયામાંથી પશ્ચિમ તરફ ખસવા મંડ્યા અને તેમણે ગ્રીસ તથા તેની આસપાસના દેશ ઉપર આક્રમણ કર્યું. જેમને આજે આપણે પ્રાચીન ગ્રીક લકે તરીકે ઓળખીએ છીએ અને જેમની આપણે તારીફ કરીએ છીએ તે આ ગ્રીક આર્યો જ હતા. હું ધારું છું કે આરંભમાં કદાચ એમના પહેલાં જે આર્યો હિંદુસ્તાન પહોંચ્યા હતા તેમનાથી આ આર્યો બહુ ભિન્ન નહોતા. પરંતુ વખત