SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ દુનિયા પર અંગેનું પ્રભુત્વ સમયને ઇતિહાસકાર કહે છે કે, “વિજ્ઞાન તથા સદ્ગુણેના દુકાળને આ સમય હતો.” પૅલેસ્ટાઈનમાં પણ એક મંગલ સૈન્ય મેકલવામાં આવ્યું હતું પરંતુ મીસરના સુલતાન બેબરે તેને હરાવ્યું. એ સુલતાનનું બંદૂકદાર’ એવું મઝાનું ઉપનામ હતું. એનું કારણ એ હતું કે તેની પાસે બંદૂકધારી સિપાઈઓની એક પલટણ હતી. હવે આપણે બંદૂકના યુગમાં પ્રવેશ કરીએ છીએ. ચીના લેકેએ ઘણા લાંબા વખતથી દારૂની શોધ કરી હતી. મંગલ લેકે ઘણું કરીને તેમની પાસેથી એનો ઉપયોગ શીખ્યા અને તેમની બંદૂકે જીત મેળવવામાં તેમને મદદરૂપ નીવડી હોય એ બનવાજોગ છે. યુરોપમાં મળેલ લંકાની મારફતે બંદૂક વગેરે આગનાં શસ્ત્રો દાખલ થયાં. . ૧૨૫૮ની સાલમાં થયેલા બગદાદના નાશથી અબ્બાસી સામ્રાજ્યનો જે કંઈ અવશેષ રહ્યો હતો તેને છેવટને અંત આવ્યો. એને પશ્ચિમ એશિયાની એક વિશિષ્ટ પ્રકારની આરબ સંસ્કૃતિને અંત ગણવો જોઈએ. ઘણે દૂર દક્ષિણ પેનમાં ગ્રેનેડાએ આરબ પ્રણાલી હજી જાળવી રાખી હતી. ત્યાં આગળ એ હજી લગભગ ૨૦૦થીયે વધારે વરસ સુધી ટકવાની હતી. ત્યાર પછી એને પણ અંત આવ્યો. ખુદ અરબસ્તાનનું મહત્ત્વ પણ ઝપાટાબંધ ઘટી ગયું અને ત્યાર પછી ત્યાંના લોકોએ ઈતિહાસમાં અગત્યનો ભાગ ભજવ્યો નથી. થોડા વખત પછી એ લેકે ઑટોમન અથવા ઉસ્માની તુર્ક સામ્રાજ્યના અમલ નીચે આવ્યા. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધ દરમ્યાન અંગ્રેજોની શિખવણીથી આરબ લે કે એ તેની સામે બળવો કર્યો અને ત્યાર પછી તેઓ વત્તેઓછે અંશે સ્વતંત્ર છે. બે વરસ સુધી તે ખલીફની જગ્યા ખાલી જ રહી. ત્યાર પછી મીસરના સુલતાન બેબરે છેલ્લા અભ્યાસી ખલીફના એક સગાને ખલીફ નીમે. પરંતુ તેની પાસે ફશી રાજકીય સત્તા રહી ન હતી. તે તે માત્ર ધર્મસંઘને જ વડો હતો. એ પછી ત્રણસો વરસ બાદ કન્ઝાન્ટિનોપલના તુક સુલતાને ખલીફની આ પદવી તેના છેલ્લા પદવીધર પાસેથી મેળવી. થોડાંક વર્ષો પૂર્વે મુસ્તફા કમાલ પાશાએ સુલતાન અને ખલીફા એ બંનેને અંત આણે ત્યાં સુધી તુર્ક સુલતાને ખલીફનું આ પદ ધારણ કરતા હતા. મારા વૃત્તાંતથી હું જરા આડે ઊતરી ગયે. મહાન ખાન મંગુ ૧૨૩૯ની સાલમાં ગુજરી ગયો. મરણ પહેલાં તેણે તિબેટ જીતી લીધું હતું. એની પછી ચીનને સૂબો કુબ્લાઈખાન મહાન ખાન થયો. કુબ્લાઈ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy