SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ધિક્કારતા હતા. તે તો વિસ્તૃત મેદાનોમાં રહેવાનું જ પસંદ કરતા. એક સમયે ચીનનાં બધાં શહેરને નાશ કરવાના ચંગીઝને વિચાર આવ્યા હતા. પરંતુ સદ્ભાગ્યે તેમ કરતાં તે અટકળ્યો ! ગોપજીવન સાથે સભ્યતાનું અનુસંધાન કરવાના તેના વિચાર હતા. પરંતુ એમ કરવું શક્ય નહોતું અને આજે પણ એ શકય નથી. તેના નામ ઉપરથી, ચંગીઝ મુસલમાન હતા એમ તું કદાચ ધારશે. પણ એમ નહોતું. એનું નામ એ મગોલ નામ છે. ધર્મની ખાબતમાં ચંગીઝ ઉદાર હતા. તેના ધર્મ જો એને ધર્મ કહીએ તા શામા ધમ હતા. એમાં ‘ નીલવર્ણા શાશ્વત આકાશ ’ની આરાધના કરવાની હોય છે. તે ચીનના તાધર્મી સાધુએ સાથે ખૂબ ધ ચર્ચા કરતો પરંતુ તે પોતાના ગામા ધર્મને વળગી રહ્યો અને જ્યારે પણ મુશ્કેલીમાં આવી પડતા ત્યારે આકાશ પાસેથી તે પ્રેરણા મેળવતા. આ પત્રની શરૂઆતમાં તેં જોયું હશે કે, મગાલ લેાકાની સભાએ ચંગીઝ ખાનને મહાન ખાન તરીકે ‘ચૂંટી કાઢવો' હતા. પરંતુ ખરું જોતાં તે મગેાલ ઉમરાવાની સભા હતી; આમ જનતાની નિહ. અને ચંગીઝ પણ આ રીતે મગેલ જાતના ઉમરાવાનો સરદાર હતો. તે તથા તેના બધા સાથીએ અને અનુયાયી નિરક્ષર હતા. ઘણું કરીને લેખન જેવી કાઈ વસ્તુ હોય છે એની પણ લાંબા વખત સુધી તેને ખબર નહોતી. સ ંદેશાઓ માટેથી અને તે પણ ઘણુંખરુ સમસ્યા અને કહેવતના રૂપમાં મોકલવામાં આવતા. આવા મૌખિક સ ંદેશાઓથી આટલા વિશાળ સામ્રાજ્યનો વ્યવહાર કેવી રીતે ચલાવી શકાય એ ખરેખર આશ્ચર્યજનક છે. જ્યારે ચંગીઝને માલૂમ પડયુ કે લેખન જેવી વસ્તુની જગતમાં હસ્તી છે ત્યારે તે તરત ΟΥ પામી ગયો કે એ વસ્તુ અતિશય ઉપયોગી અને કીમતી છે; અને પોતાના પુત્રા તથા મુખ્ય અધિકારીઓને તે શીખી લેવાની તેણે આજ્ઞા કરી. વળી તેણે ગાલ લોકાના પરંપરાગત કાયદો તથા પોતાનાં વચના પણ શબ્દબદ્ધ કરીને લખાણમાં ઉતારવાનો હુકમ આપ્યો. આ પરંપરાગત કાયદો એ હમેશને માટે અપરિવર્તનશીલ કાયદો ’ છે; અને કાઈ પણ માણસ તેનું ઉલ્લંઘન ન કરી શકે એવી તેની કલ્પના હતી. સમ્રાટ પોતે પણ તેને આધીન હતો. પરંતુ આ · અપરિવર્તનશીલ કાયદો ’ તા આજે લુપ્ત થઈ ગયા છે અને આજના * 1
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy