SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને દિલ્હીના સુલતાને પણ તેમનાથી ડરતા. તેઓ ઘણી વાર તે એ હુમલાખોર મંગલેને લાંચ આપીને પાછા વાળતા. તેમનામાંના હજારો ગેલેબે તે પંજાબમાં જ વસવાટ કર્યો. આ ગુલામ સુલતાનમાં રઝિયા નામની એક સ્ત્રી પણ ગાદી ઉપર આવી હતી. તે અલ્તમશની પુત્રી હતી. તે બહુ કાબેલ રાજકર્તા અને બહાદુર સેનિક હોય એમ લાગે છે; પરંતુ તેને તેના ઝનૂની અફઘાન ઉમરાવો તથા પંજાબ ઉપર હુમલો કરનારા તેમનાથી પણ વિશેષ ઝનૂની મંગલ તરફથી ખૂબ વિવું પડયું. ૧ર૯ની સાલમાં ગુલામ વંશને અંત આવ્યું. એ પછી ઘેડા જ વખતમાં અલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર આવ્યું. પિતાનો કાંકે, જે તેને સસરે પણ હતું, તેના ખૂનની હળવી રીત અજમાવીને તેણે ગાદી મેળવી હતી. આગળ ઉપર આ હળવો ઉપાય વિશેષ પ્રમાણમાં અજમાવીને, જે મુસલમાન ઉમર ઉપર તેને બેવફાઈને શક ગયો તે બધાને તેણે મારી નાખ્યા. મંગલ લેકે કદાચ તેની સામે કાવતરું કરે તેને ડર લાગવાથી તેણે પિતાના મુલકમાં વસતા એકેએક મંગલની કતલ કરવાનો હુકમ કર્યો અને જણાવ્યું કે “એ ઓલાદના એક પણ માણસને પૃથ્વીના પડ ઉપર જીવતા રહેવા ન દેવો”. આ રીતે તેણે વીસથી ત્રીસ હજાર મંગલેની કતલ કરાવી, જેમાંના ઘણાખરા સાવ નિર્દોષ હતા. મને લાગે છે કે, કતલેને આ ફરી ફરીને થતે ઉલ્લેખ બહુ આનંદજનક તે નથી જ. વળી ઈતિહાસની વ્યાપક દૃષ્ટિથી જોતાં એનું ઝાઝું મહત્ત્વ પણ નથી. એમ છતાં પણ તે સમયે ઉત્તર હિંદની પરિસ્થિતિ સલામતીભરી નહોતી તેમજ ત્યાં આગળ સભ્યતાને પણ અભાવ હતો એ સમજવામાં આપણને આ હકીકત મદદગાર થઈ પડે છે. ડેઘણે અંશે ત્યાં આગળ બર્બર દશા તરફ પીછેહઠ કરવાની સ્થિતિ હતી. ઇસ્લામે હિંદમાં પ્રગતિનું તત્ત્વ આપ્યું પરંતુ અફઘાન મુસલમાને એ બર્બર અવસ્થાનું તત્ત્વ આપ્યું. ઘણુ લેકે આ બંને વસ્તુઓને ભેળવી દે છે પરંતુ એ બંનેનો ભેદ સમજવો જોઈએ. અલાઉદીન પણ બીજાઓના જે જ અસહિષ્ણુ હતું. પરંતુ એમ જણાય છે કે મધ્ય એશિયાવાસી આ હિંદના રાજકર્તાઓનું માનસ હવે બદલાવા લાગ્યું હતું. હવે તેઓ હિંદને પિતાનું વતન સમજવા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy