SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ, ૧૧૯૨ની સાલમાં શાહબુદ્દીને પહેલી મોટી જીત મેળવી અને તેને પરિણામે હિંદમાં મુસલમાની અમલની સ્થાપના થઈ. હુમલ કરનારાઓ ધીમે ધીમે દેશના પૂર્વ તથા દક્ષિણ ભાગમાં ફેલાયા. બીજાં દેસે વરસમાં એટલે કે ૧૩૪૦ની સાલ સુધીમાં દક્ષિણ હિંદના મોટા ભાગ ઉપર મુસલમાની અમલ ફેલા. એ પછી મુસલમાની સત્તા દક્ષિણમાંથી ક્ષીણ થવા લાગી. નવાં નવાં રાજે ઊભાં થયાં – કેટલાંક મુસલમાની અને કેટલાંક હિંદુ. એમાં વિજ્યનગરનું હિંદુ સામ્રાજ્ય ખાસ કરીને મહત્વનું હતું. બસે વરસ સુધી ઈસ્લામ કંઈક અંશે પાછો પડ્યો અને સોળમી સદીના મધ્યમાં મહાન અકબર ગાદીએ આવ્યું ત્યારે જ તે ફરીથી લગભગ આખા હિંદમાં વિસ્તરવા પામે. મુસ્લિમ હુમલાખોરોના આગમને હિંદમાં ઘણાં પરિણામો નિપજાવ્યાં. એ યાદ રાખજે કે આ હુમલાખોરો અફઘાન હતા, આરબ કે ઈરાની અથવા તે પશ્ચિમ એશિયાના અતિશય સંસ્કારી મુસલમાને નહે. સુધારાની દૃષ્ટિએ જોતાં હિંદીઓની સરખામણીમાં આ અફઘાને પછાત હતા. પરંતુ તેઓ વધારે કૈવતવાળા અને તે સમયના હિંદુઓ કરતાં વધારે ચેતનવંતા હતા. એ સમયે હિંદ પુરાણી ગરેડમાં વધારે પડતું પ્રચી ગયું હતું. તે અપરિવર્તનશીલ અને અપ્રગતિશીલ થતું જતું હતું. જૂના આચારવિચાર તથા રીતરસમેને તે વળગી રહ્યું અને તેમાં સુધારો કરવાને કશે પ્રયાસ કર્યો નહિ. યુદ્ધની પદ્ધતિમાં પણ હિંદ પછાત હતું અને લડવાની કળામાં અફઘાને તેના કરતાં વધારે સંગઠિત અને પાવરધા હતા. એથી કરીને તેનામાં હિંમત અને બલિદાન આપવાનું સામર્થ હોવા છતાં પણ મુસ્લિમ હુમલાખોરો આગળ તે હારી ગયું. આરંભમાં તે આ મુસલમાને ભારે ઝનૂની અને ઘાતકી હતા. એ લેકે કણ જીવનના પ્રદેશમાંથી આવ્યા હતા. ત્યાં આગળ નરમાશની ઝાઝી કદર નહતી. વધારામાં તેઓ નવા જીતેલા મુલકમાં હતા અને તરફ દુશમનોથી ઘેરાયેલા હતા. એ દુશ્મનો કોઈ પણ પળે બળવો કરે એવો સંભવ રહે. એ કાળે બળવાને ભય હમેશાં મેજૂદ હો જોઈએ અને ભય ઘણી વાર ઘાતકીપણું અને ગભરાટની લાગણી પેદા કરે છે. એથી કરીને પ્રજાને ગરીબ ગાય જેવી બનાવી દેવા માટે ભારે કતલ કરવામાં આવતી. એમાં ધર્મને કારણે મુસલમાને હિંદુની કતલ કરવાને સવાલ નહોતા. એ તે છતાયેલી પ્રજાને સે દબાવી દેવાને પરદેશી વિજેતાને પ્રયાસ હતો. આવી ક્રૂરતાનાં કાર્યોને ખુલાસો કરવા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy