SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેડ સરક ઘટના નજરે જોનાર એક કાંસવાસી કહે આગળ ઘૂંટણ સમું લેહી ભરાયું હતું અને તેની છોળ ઊડી હતી.' ગોડફ્રે જેરુસલેમના ભયંકર કતલ થઈ. આ છે કે, ‘ મસ્જિદના પ્રવેશદ્વાર ઘેાડાની લગામે। સુધી રાજા બન્યા. સિત્તેર વરસ પછી મીસરના સુલતાન સલાદીને ખ્રિસ્તી પાસેથી જેરુસલેમને ફ્રી પા કબજો લીધો. આ બનાવથી યુરોપના લોકા કરી પાછા ખળભળી ઊઠ્યા અને પછીથી ઘણી ક્રૂઝેડા થવા પામી. આ વખતે તે ખુદ યુરોપના રાજા અને સમ્રાટ જાતે ક્રૂઝેડમાં જોડાયા પણ તેઓ ફાવ્યા નહિ. અગ્રસ્થાન મેળવવા માટે તેઓ પરસ્પર ઈર્ષાથી માંહોમાંહે લડ્યા. હીન કાવતરાં અને અધમ પ્રકારના ગુના તથા ભયંકર અને નિ યતાભર્યાં યુદ્ધની આ કારમી કથા છે. પણ કેટલીક વાર મનુષ્યસ્વભાવની ઊજળી બાજુએ આ ભીષણતા ઉપર વિજય મેળવ્યેા હતો અને દુશ્મના વચ્ચે પરસ્પર વિવેકભર્યાં અને ઉદાર વર્તનના બનાવે! પણ આ વિગ્રહમાં બન્યા હતા. પૅલેસ્ટાઈન આવેલા પરદેશી રાજાઓમાં ઇંગ્લેંડના રાજા રીચર્ડ પણ હતા. - લાયનહાર્ટેડ ’ એટલે કે શેરદિલ એવું તેનું ઉપનામ હતું અને તે પોતાના અંગબળ અને હિંમત માટે મશક્રૂર હતા. સલાદીન પણ મહાન યાદ્દો હતા અને પોતાની ઉદારતા તથા શૌય માટે પ્રખ્યાત હતા. સલાદીનની સામે લડનાર ક્રૂસેડરેએ પણ તેનાં શૂરાતન અને ઉદારતાની પ્રશંસા કરી હતી, એવી એક વાત છે કે, એક વખતે રીચર્ડને લૂ લાગી જવાથી તે ખીમાર થઈ ગયા હતા. આ વાતની જાણ થતાં સલાદીને રીચર્ડ માટે પા ઉપરથી તાજે બરફ મોકલવાની ગોઠવણ કરી. હાલ આપણે પાણી હારીને કૃત્રિમ રીતે બરફ બનાવીએ છીએ તેમ તે વખતે બનાવી શકાતા નહોતા. એથી કરીને ઝડપી દૂત મારફતે પહાડ ઉપરથી કુદરતી બરક્ ત્વરાથી મગાવવા પડ્યો હતા. *ઝેડના સમયની આવી અનેક વાતો પ્રચલિત છે. હું ધારું છું કે આ જાતની વાતોથી ભરેલી વોલ્ટર સ્કોટની * ટેલિસમૅન ' નામની નવલકથા તે વાંચી હશે. < ઝેડાનું એક જૂથ કૉન્સ્ટાન્ટિનોપલ ગયું અને તેણે તેને કબજો લીધા. તેમણે પૂના સામ્રાજ્યના સમ્રાટને હાંકી કાઢયો અને ત્યાં લૅટિન રાજ્ય તથા રેશમન ચર્ચની સ્થાપના કરી. કૉન્સ્ટાન્ટિનેપલમાં ભયંકર કતલ થઈ અને ક્રૂસેડરોએ શહેરના થાડા ભાગને ખાળી પણ મૂક્યો. ન-૨૨
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy