________________
મોહન-જો-દડે વિષે કંઈક
૧૪ જાન, ૧૯૩૨ હું હમણાં મેહન-જો-દડે અને સિંધુ નદીની ખીણની હિંદુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિ વિષે વાંચું છું. હમણાં એ વિષે એક મહત્ત્વનું પુસ્તક બહાર પડ્યું છે. તેમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે તથા આજ સુધીમાં તેને વિષે જે કંઈ જાણવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી છે. એનું ખોદકામ જેમને હસ્તક સોંપાયું છે, અને જેમ જેમ . તેઓ વધારે ને વધારે ઊંડા ખોદતા ગયા તેમ તેમ જાણે ધરતી માતાના ઉદરમાંથી બહાર આવતું નગર જેમણે જાતે નિહાળ્યું છે તેવા માણસેએ એ પુસ્તક લખીને તૈયાર કર્યું છે. મેં હજી સુધી એ જોયું નથી. એ પુસ્તક મને અહીં મળે એમ હું ઈચ્છું છું. પરંતુ મેં એની સમાલોચના વાંચી છે. એમાં આપવામાં આવેલા એ પુસ્તકના કેટલાક ઉતારા મારી સાથે તું પણ જાણે એમ હું ઈચ્છું છું. સિંધુ નદીની ખીણની આ સંસ્કૃતિ અદ્ભુત છે અને આપણે એને વિષે જેમ જેમ વધારે જાણીએ છીએ તેમ તેમ તે આપણને વધારે ને વધારે આશ્ચર્યચકિત કરે છે. એથી કરીને, ભૂતકાળના ઈતિહાસનું ખ્યાન અહીં અધૂરું છોડીને આ પત્રમાં આપણે પાંચ હજાર વરસ પૂર્વેના સમયમાં કૂદકે મારીએ તે તું વાંધો નહિ ઉઠાવે એમ હું ઈચ્છું છું.
મેહન–જો–દડે કમમાં કમ ૫૦૦૦ વરસે જેટલું પ્રાચીન તો છે જ એમ કહેવાય છે. પરંતુ અત્યારે આપણને જોવા મળે છે તે મેહન–જો–દડો સુંદર શહેર છે અને તે સંસ્કારી લેકેનું નિવાસસ્થાન હેય એમ જણાય છે. તેને વિકાસ થતાં પહેલાં ઘણે લાંબે કાળ વિયે હશે એમ એ પુસ્તકમાં આપણને કહેવામાં આવ્યું છે. સર જોન માર્શલ, જેમની દેખરેખ નીચે એ ખોદકામ ચાલે છે, તે કહે છે:
“મેહન-જો-દડે તથા હરપ્પાની બાબતમાં એક વસ્તુ બિલકુલ સ્પષ્ટતાથી અને નિર્વિવાદપણે તરી આવે છે તે એ કે એ બંને સ્થળે જે સંસ્કૃતિ આપણી સામે પ્રગટ થાય છે તે કંઈ આરંભકાળની (એટલે કે શૈશવ અવસ્થાની) સંસ્કૃતિ નથી. યુગો થયાં તે હિંદની ભૂમિ ઉપર ચાલી આવી હતી અને