________________
ભવ્ય અંગકેર અને શ્રી વિજય
૨૩૩ મુખ્ય ધર્મ બળે. બૌદ્ધ ધર્મને સક્રિય પ્રચાર કરવામાં સુમાત્રાએ આગળ પડતો ભાગ લીધે અને હિંદુ મલેશિયાને મોટે ભાગે બૌદ્ધધમ બનાવવામાં તેને સફળતા મળી. એથી કરીને સુમાત્રાનું સામ્રાજ્ય શ્રીવિજયનું બૌદ્ધ સામ્રાજ્ય” એ નામથી ઓળખાય છે.
શ્રીવિજ્ય રાજ્યને વિસ્તાર ઉત્તરોત્તર વધતે જ ગ. તે એટલે સુધી કે માત્ર સુમાત્રા અને મલાયાનો જ નહિ પણ ફિલિપાઈન, બેનિ, સેલેબીઝ, અધું જાવા, ફેર્મોસાનો અર્થો ટાપુ (આજે તે જાપાનના કબજામાં છે) સિલેન અને કેન્ટોનની નજીક દક્ષિણ ચીનનું એક બંદર વગેરે પણ તેની હકૂમત નીચે હતાં. ઘણું કરીને હિંદની દક્ષિણની અણી ઉપર સિલેનની સામે આવેલું એક બંદર પણ તેના કબજામાં હતું. આ ઉપરથી તને જણાશે કે તે એક વિશાળ સામ્રાજ્ય હતું અને આખા મલેશિયાને તેમાં સમાવેશ થતું હતું. વેપારરોજગાર અને વહાણ બાંધવાને ઉદ્યોગ એ આ હિંદી વસાહતોના મુખ્ય વ્યવસાય હતા. તે સમયના અરબી લેખકો સુમાત્રાના સામ્રાજ્યના તાબાનાં બંદરો અને સંસ્થાનોની લાંબી યાદી આપે છે. આ યાદી વચ્ચે જ જતી હતી.
બ્રિટિશ સામ્રાજ્ય આજે આખી દુનિયામાં વિસ્તરેલું છે તથા દરેક સ્થળે તેનાં બંદર અને સ્ટીમરમાં કેલિસા પૂરવાનાં મથકે છે. દાખલા તરીકે, જિબ્રાલ્ટર, સુએઝની નહેર (તે મોટે ભાગે અંગ્રેજોના કાબૂ હેઠળ છે), કેલ, સિંગાપર હોંગકૅગ વગેરે. છેલ્લાં ત્રણ વરસથી ઈંગ્લંડવાસીઓ વેપારી પ્રજા રહી છે, અને દરિયાઈ સત્તા ઉપર તેમના વેપાર અને તેમની તાકાતને આધાર રહ્યો છે. એથી કરીને દુનિયાભરમાં અનુકૂળ અંતરે તેમને બંદરે અને સ્ટીમરમાં કેલસા ભરવાનાં મથકોની જરૂર રહે છે. શ્રીવિજયનું સામ્રાજ્ય પણ વેપાર ઉપર નિર્ભર એવું દરિયાઈ સત્તા ધરાવનાર સામ્રાજ્ય હતું. એથી કરીને જ્યાં આગળ જરાતરા પણ પગપેસારો થઈ શક્યો ત્યાં તેણે બંદર બનાવ્યાં. સાચે જ, સુમાત્રાના સામ્રાજ્યની વસાહતોનું નેધપાત્ર લક્ષણ એ હતું કે તે બધાં લશ્કરી દષ્ટિએ મહત્ત્વનાં હતાં. એટલે કે કાળજીપૂર્વક તપાસ કરીને આસપાસના સમુદ્ર ઉપર પોતાનો કાબૂ રહે એવે સ્થાને તે સ્થાપવામાં આવી હતી. ઘણી વખત તે, એ કાબૂ જાળવી રાખવામાં એકબીજાને મદદરૂપ થાય એટલા ખાતર એ વસાહતો બલ્બની જોડીમાં વસાવવામાં આવી હતી.