SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નવા વરસની ભેટ તારી જોડે વાતે કરતે ન હોઉં એમ મને ઘડીભર લાગે છે! મને તારા વિચારો ઘણી વાર આવે છે પણ આજે તે તું મારા મનમાંથી ખસતી જ નથી. આજે નવા વરસને દિવસ છે. વહેલી સવારે પથારીમાં પડ્યાં પડ્યાં તારાઓને નિહાળતાં વીતી ગયેલા મહત્ત્વપૂર્ણ વર્ષને, તેનાં આશાનિરાશા, ક્લેશ અને આનંદને તથા તેમાં થયેલાં મહાન અને વીરતાભર્યા કાર્યોને હું વિચાર કરી રહ્યો હતો. રેડા જેલની કોટડીમાં બેઠેલા અને પિતાના જાદુથી આપણું વૃદ્ધ દેશને ફરીથી તરુણ અને સશક્ત બનાવનાર બાપુજીને વિચાર મને આવ્યું. આપણે દાદુનો* અને બીજાઓને વિચાર પણ મને આવે. પણ ખાસ કરીને તે તારી માને અને તારે વિચાર મને આવ્યું. સવારે પાછળથી મને ખબર પડી કે તારી માને ગિરફતાર કરી જેલમાં લઈ ગયા છે. એ ખબર મારે માટે નવા વરસની એક આનંદદાયક ભેટ હતી. ઘણું દિવસથી એ વાતની આપણે વાટ જોતાં હતાં. અને મને ખાતરી છે કે હવે તારી મા પૂરેપૂરી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ હશે. પરંતુ તેને હવે એકલું એકલું લાગતું હશે. દર પખવાડિયે તું માને મળજે તથા મને મળજે અને બંનેના સંદેશા એકબીજાને પહોંચાડજે. પણ હું તો કલમ અને કાગળ લઈને બેસીશ અને તારે વિચાર કર્યા કરીશ. અને પછી તે ચુપચાપ મારી સમીપ આવશે અને આપણે ઘણી ઘણી વાત કરીશું. આપણે ભૂતકાળનાં સ્વમાં સેવીશું અને ભવિષ્યને ભૂતકાળ કરતાં વધારે મહાન બનાવવાના ઉપાયો શોધીશું. એટલે, નવા વરસને દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે એ વરસ જૂનું થઈને પૂરું થાય ત્યાં સુધીમાં ભવિષ્યમાં આપણાં ઉજજ્વળ સ્વમોને આપણે વર્તમાનની નજદીક લાવીશું અને હિંદના પુરાણું ઇતિહાસમાં એક તેજસ્વી પ્રકરણ ઉમેરીશું. • ઇન્દિરાના દાદા, પંડિત મોતીલાલ નેહરુ.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy