SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ મધ્યકાલીન હિંદ ૧૪ મે, ૧૯૩૨ અશોકના પિતામહ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન મંત્રી ચાણક્ય અથવા કટિલ્ય લખેલા “અર્થશાસ્ત્ર” નામના પુસ્તકની મેં વાત કહી હતી તે તને યાદ હશે. એ પુસ્તકમાં તે સમયની રાજ્યવ્યવસ્થા અને તે સમયના લેકની બાબતમાં તરેહતરેહની માહિતી આપણને મળે છે. એ પુસ્તક ઈશુ પૂર્વેની ચોથી સદીના હિંદ તરફ અંદર ડોકિયું કરીને નિહાળવા માટેની એક ઉઘાડી બારી સમાન છે. રાજાઓ અને તેમના વિજયનાં અતિશયોક્તિભર્યા વર્ણન કરતાં રાજવહીવટની વિગતવાર માહિતી આપતાં આવાં પુસ્તકો આપણને વધારે ઉપયોગી થઈ પડે છે. મધ્યકાલીન હિંદ વિષે ખ્યાલ બાંધવામાં કંઈક સહાયભૂત થાય એવું બીજું એક પુસ્તક આપણી પાસે છે. એ પુસ્તક શુક્રાચાર્ય કૃત નીતિસાર” છે. એ પુસ્તક અર્થશાસ્ત્ર જેટલું સારું કે ઉપયોગી નથી. તે પણ તેની તેમ જ બીજા કેટલાક શિલાલેખ અને હેવલેની મદદથી આપણે ઈસવી સનની નવમી તથા દશમી સદી તરફ નજર કરવા પ્રયત્ન કરીશું. “નીતિસારમાં કહ્યું છે કે, “વર્ણથી અથવા તે બ્રાહ્મણ કુળમાં જન્મવાથી બ્રાહ્મણત્વના ગુણે પેદા થતા નથી.’ આમ, આ ગ્રંથ પ્રમાણે જ્ઞાતિભેદ જન્મથી નહિ પણ યોગ્યતાથી પડવા જોઈએ. વળી બીજે એક ઠેકાણે એમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી અમલદારની નિમણૂક કરવામાં જાતિ કે કુળને નહિ પણ માણસની કાર્યદક્ષતા, ચારિત્ર્ય અને તેના ગુણેને ધોરણે ચાલવું જોઈએ.” પિતાના મત પ્રમાણે નહિ પણ પ્રજાના મોટા ભાગના મત અનુસાર વર્તવાની રાજાની ફરજ હતી. “ઘણું તાંતણુઓનું બનેલું દેરડું સિંહને ખેંચવા જેટલું મજબૂત હોય છે તેમ લેકમત રાજાના કરતાં વધારે બળવાન છે.” - આ બધાં ઉત્તમ સૂત્રો છે અને સિદ્ધાંતની દૃષ્ટિએ આજે પણ સાચાં છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં વ્યવહારમાં આપણે એનાથી s-૧૧
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy